કૈલાશ માનસરોવર રોડ નિર્માણ અંગે ભારત નેપાળ વચ્ચે વિવાદ, કહ્યું વાતચીતથી આવશે ઉકેલ
નેપાળનાં વિદેશ મંત્રી પ્રદીપ ગ્યાલવીએ નેપાળી સંસદમાં કહ્યું કે, ભારતની તરફથી નેપાળ ક્ષેત્રમાં થઇને લિપુલેખા પાસ સુધીના લિંક રોડનું નિર્માણ દુર્ભાગ્યપુર્ણ છે. આ મુદ્દાને ગંભીરતા અંગે સરકારનું ધ્યાનઆકર્ષીત કર્યું છે. રવિવારે નેપાળી સંસદીય બેઠક દરમિયાન વિદેશી મંત્રીએ કહ્યું કે, આ માર્ગ નિર્માણ બંન્ને દેશો વચ્ચે થયેલી સમજુતીની વિરુદ્ધ છે. વાતચીત દ્વારા તેનો ઉકેલ લાવવામાં આવશે.
નવી દિલ્હી : નેપાળનાં વિદેશ મંત્રી પ્રદીપ ગ્યાલવીએ નેપાળી સંસદમાં કહ્યું કે, ભારતની તરફથી નેપાળ ક્ષેત્રમાં થઇને લિપુલેખા પાસ સુધીના લિંક રોડનું નિર્માણ દુર્ભાગ્યપુર્ણ છે. આ મુદ્દાને ગંભીરતા અંગે સરકારનું ધ્યાનઆકર્ષીત કર્યું છે. રવિવારે નેપાળી સંસદીય બેઠક દરમિયાન વિદેશી મંત્રીએ કહ્યું કે, આ માર્ગ નિર્માણ બંન્ને દેશો વચ્ચે થયેલી સમજુતીની વિરુદ્ધ છે. વાતચીત દ્વારા તેનો ઉકેલ લાવવામાં આવશે.
સિક્કિમ પહેલા 5 મેના રોજ લદ્દાખમાં પણ ભારતીય જવાનો સાથે ચીનાઓએ કર્યું હતુ ઘર્ષણ
ગ્યાલવીએ વિદેશ મંત્રાલય દ્વારા બહાર પડાયેલા લિપુલેખ અને કાલાપાણી વિસ્તાર નેપાળ અંતર્ગત આવતો હોવાનો દાવો કર્યો અને ભારત સાથે વાતચીત દ્વારા તેનો ઉકેલ લાવવાની વાત કરી. તેમણે કહ્યું કે, નેપાળ સરકાર સંપ્રભુ સમાનતાના સિદ્ધાંતો અને રાષ્ટ્રહિતને કેન્દ્રમાં રાખીને ભારત સાતે સમા વિવાદનો ઉકેલ લાવવા ઇચ્છે છે.
ભારતનાં સ્ટેડિયમો હવે પહેલાની જેમ દર્શકોથી ખચોખચ નહી ભરાય, નવી નીતિઓ થશે લાગુ: રિજિજૂ
ભારતે વિરોધ કર્યો જો કે ભારતે ચીનની સીમા અંગે લિપુલેખ સુદી માર્ગ નિર્માણનું ઉદ્ધાટન કરવા અંગે નેપાળનાં વિરોધોને ફગાવતા કહ્યું કે, આ માર્ગ નિર્માણ સંપુર્ણ રીતે ભારતીય ક્ષેત્રમાં છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે શનિવારે એક નિવેદનમાં કહ્યું કે, હાલમાં જ ઉતરાખંડ રાજ્યના પિથોરાગઢ જિલ્લામાં કરવામાં આવેલા માર્ગ નિર્માણનું ઉદ્દાટન સંપુર્ણ રીતે ભારતીય ક્ષેત્રમાં આવેલું છે. આ માર્ગ કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન તિર્થયાત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા જુના માર્ગ પર જ નિર્માણ થઇ રહ્યું છે.
12 મેથી ટ્રેનોનું સંચાલન ચાલુ કરાશે, કાલ સાંજે 4 વાગ્યાથી IRCTC પર શરૂ થશે બુકિંગ
અત્રે ઉલ્લેખનીય છે કે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે પિથૌરાગઢ ઘારચૂલાથી લિપુલેખાને જોડનારા 80 કિલોમીટર માર્ગનો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ધાટન કર્યું. આ લિંક રોડ ઘિયાબાગઢથી પસાર થાય છે અને લિપુલેખા પાસ, કૈલાશ માનસરોવરના પ્રવેશ દ્વાર પર સમાપ્ત થાય છે. આ માર્ગ દ્વારા કૈલાશ માનસરોવર જનારા તિર્થયાત્રીઓ હવે ત્રણ અઠવાડીયાના બદલે એક અઠવાડીયામાં પોતાની યાત્રા પુર્ણ કરી શકશે.
આ ઉદ્ધાટન બાદ નેપાળે સીમા ક્ષેત્રના માર્ગ નિર્માણને ભારતનો એકતરફી નિર્ણય ગણાવી ખેદ વ્યક્ત કર્યો હતો. નેપાળના વિદેશ મંત્રાલય તરફથી આવેલા નિવેદનમાં કહેવાયું કે, આ એકતરફી નિર્ણય બંન્ને દેશો વચ્ચે થયેલી સમજુતીઓની વિરુદ્ધ છે. વાતચીતના માધ્યમથી સીમા સંબંધિત મુદ્દાઓનો ઉકેલ લાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube