ભારતનાં સ્ટેડિયમો હવે પહેલાની જેમ દર્શકોથી ખચોખચ નહી ભરાય, નવી નીતિઓ થશે લાગુ: રિજિજૂ

કેન્દ્રીય રમત મંત્રી કિરેન રિજિજૂએ (Kiren Rijiju) કહ્યું કે, તે સુનિશ્ચિત કરવા માટે યોજના બનાવવામાં આવવી જોઇએ કે ભવિષ્યમાં સ્ટેડિયમમાં દર્શકો ન હોય તેમ છતા પણ રમત થઇ શકે. કોરોના વાયરસ (Coronavirus) મહામારી આ સમયે તમામ પ્રકારની રમતની ગતિવિધિઓ કરેલી છે. એટલે સુધી કે ટોક્યો ઓલમ્પિકને પણ આવતા વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

Updated By: May 10, 2020, 09:58 PM IST
ભારતનાં સ્ટેડિયમો હવે પહેલાની જેમ દર્શકોથી ખચોખચ નહી ભરાય, નવી નીતિઓ થશે લાગુ: રિજિજૂ

નવી દિલ્હી : કેન્દ્રીય રમત મંત્રી કિરેન રિજિજૂએ (Kiren Rijiju) કહ્યું કે, તે સુનિશ્ચિત કરવા માટે યોજના બનાવવામાં આવવી જોઇએ કે ભવિષ્યમાં સ્ટેડિયમમાં દર્શકો ન હોય તેમ છતા પણ રમત થઇ શકે. કોરોના વાયરસ (Coronavirus) મહામારી આ સમયે તમામ પ્રકારની રમતની ગતિવિધિઓ કરેલી છે. એટલે સુધી કે ટોક્યો ઓલમ્પિકને પણ આવતા વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

12 મેથી રેલવે ટ્રેનનું સંચાલન ચાલુ કરશે, કાલ સાંજે 4 વાગ્યાથી IRCTC પર શરૂ થશે બુકિંગ

રિજિજુએ જણાવ્યું કે, માત્ર રમત જ નહી પરંતુ જીવન પણ બદલાઇ ચુક્યા છે. અમે પહેલાની જેમ રહી શકીએ તેમ નથી. અને હવે આપણે જીવનની નવી પદ્ધતીઓ સુનિશ્ચિત કરવી પડશે. આપણે નિયમોનું પાલન કરવું પડશે અને રમતની નવી પદ્ધતીઓ અંગે પણ કામ કરવું પડશે.

Bois Locker Room મુદ્દે ચોંકાવનારો ખુલાસો, યુવતીએ જ Fake ID બનાવી કિશોરોને દુષ્કર્મ માટે ઉશ્કેર્યા

આપણે રમતને દર્શકો વગર જ વધારે રસપ્રદ બનાવવા માટેની યોજનાઓ તૈયાર કરવી પડશે. ભવિષ્યમાં સ્ટેડિયમ દર્શકોથી ભરાયેલું હોય તેવી અપેક્ષા હવે અયોગ્ય રહેશે. રિજિજુએ કહ્યું કે, મંત્રાલય તે રમતોની મદદ કરવા માંગે છે જેને વધારે ટેલિવિઝન કવરેજ નથી મળતું.

MLC ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે નિર્વિરોધ ચૂંટાય તે જરૂરી, કોંગ્રેસ માત્ર એક ઉમેદવાર ઉતારવા તૈયાર

રિજિજુએ કહ્યું કે, આઇપીએલ સમૃદ્ધ છે અને ટીવીથી પણ રેવન્યુ મળે છે. જો કે ઘણી અન્ય રમતો પણ છે, જેને મદદની જરૂર છે. અમે તે રમતો અને સંઘોની મદદ કરીશું. અમારા મોટા ઉદ્દેશ્ય છે અને અમે ઇચ્છીએ છીએ કે, ભારત પદક જીતવા મુદ્દે ટોપ 10 દેશો પૈકીનો એક બને.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube