નવી દિલ્હીઃ નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબા પોતાની પત્ની આરજૂ દેઉબાની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિમંત્રણ બાદ ત્રણ દિવસીય યાત્રા પર ભારત આવી રહ્યાં છે. વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું, 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિમંત્રણ પર નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબા પોતાના પત્ની આરજૂ દેઉબાની સાથે 1થી 3 એપ્રિલ 2022 સુધી ભારતની સત્તાવાર યાત્રા કરશે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુલાઈ 2021માં નેપાળના પ્રધાનમંત્રી બન્યા બાદ આ તેમની પ્રથમ ભારત યાત્રા હશે. વિદેશ મંત્રાલયે નિવેદનમાં કહ્યું, જુલાઈ 2021માં પદભાર ગ્રહણ કર્યા બાદ નેપાળના પ્રધાનમંત્રી દ્વારા આ પ્રથમ દ્વિપક્ષીય વિદેશ યાત્રા હશે. એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પ્રધાનમંત્રીની સાથે આવશે. 


નેપાળી પીએમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે વાતચીત કરશે અને 2 એપ્રિલે ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂ સાથે મુલાકાત પણ કરશે. 


આ પણ વાંચોઃ શું રશિયા અમેરિકા પર ઝીંકી શકે છે પરમાણુ બોમ્બ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો


વિદેશ મંત્રાલયે કહ્યું- નેપાળના પ્રધાનમંત્રી ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે અને 2 એપ્રિલે પ્રધાનમંત્રી મોદી સાથે વાતચીત કરશે. વિદેશમંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પણ નેપાળી પીએમ મુલાકાત કરશે. 


નેપાળના પ્રધાનમંત્રી દેઉબા પોતાની સત્તાવાર ભારત યાત્રા દરમિયાન વારાણસી પણ જશે. નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું- ભારત અને નેપાળ દોસ્તી અને સહયોગના સદીઓ જૂના અને વિશેષ સંબંધનો આનંદ લે છે. હાલના વર્ષોમાં ભાગીદારીના સહયોગના તમામ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ વૃદ્ધિ જોવા મળી છે. આગામી યાત્રા દરમિયાન બંને પક્ષોને આ વ્યાપક સ્તરની સમીક્ષા કરવાનો અવસર પ્રદાન કરશે. 


આ યાત્રા ચીની વિદેશ મંત્રી અને સ્ટેટ કાઉન્સલર વાંગ યીની નેપાળની ત્રણ દિવસીય યાત્રાના સમાપાન બાદ થઈ રહી છે. યીએ તેવા સમયમાં નેપાળની યાત્રા કરી જ્યારે મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશન કોમ્પેક્ટ હેઠળ અમેરિકાએ કાઠમાંડૂને 500 મિલિયન અમેરિકી ડોલરની વિકાસ સહાયતા પ્રદાન કરી છે, જેને નેપાળે સ્વીકાર કરી છે. તેને ચીન માટે એક ઝટકો માનવામાં આવી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube