હાઇકોર્ટમાં ગુંજન સક્સેનાએ કહ્યું, `વાયુસેનામાં ક્યારેય લિંગના આધારે પક્ષપાત થયો નથી`
ભારતીય વાયુસેનાની પૂર્વ ફ્લાઇટ લેફ્ટિનેંટ ગુંજન સક્સેના (Gunjan Sexena)એ દિલ્હી હાઇકોર્ટ (Delhi High Court) માં જણાવ્યું કે વાયુસેનામાં ક્યારેય લિંગના આધારે ભેદભાદનો સામનો કરવો પડ્યો નથી.
નવી દિલ્હી: ભારતીય વાયુસેનાની પૂર્વ ફ્લાઇટ લેફ્ટિનેંટ ગુંજન સક્સેના (Gunjan Sexena)એ દિલ્હી હાઇકોર્ટ (Delhi High Court) માં જણાવ્યું કે વાયુસેનામાં ક્યારેય લિંગના આધારે ભેદભાદનો સામનો કરવો પડ્યો નથી. ગુંજન સક્સેનાએ કેન્દ્ર દ્વારા દાખલ એક કેસમાં પોતાના સોગંધનામામાં આ વાત કહી. તેમણે કહ્યું કે કારગિલ યુદ્ધમાં વાયુસેનાએ તેમને દેશની સેવા કરવાની તક આપી અને તે અવસર માટે તે હંમેશા આભારી રહેશે.
ફિલ્મ ગુંજન સક્સેનાના નિર્માતા પર છે કેસ
આ કેસ કેન્દ્રએ નેટફ્લિક્સ, ધર્મા પ્રોડક્શન અને અન્ય લોકો વિરૂદ્ધ ફિલ્મ 'ગુંજન સક્સેના-ધ કારગિલ ગર્લ' (Gunjan Saxena: The Kargil Girl) ને એઓસી ઇશ્યૂ કરવા ન કાયમી મનાઈ હુકમની માંગ માટે દાખલ કરી છે. કેન્દ્રના અનુસાર નેટફ્લિક્સ પર જે ફિલ્મ ચાલી રહી છે. તેમાં ઇન્ડિયન એરફોર્સને ખોટી રીતે દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં તેની છબિને ખરડવામાં આવી છે, કારણ કે અહીં જે બતાવવામાં આવ્યું છે કે ફોર્સ લિંગ પક્ષપાતી છે, જે યોગ્ય નથી.
ગુંજન સક્સેનાએ સોગંધનામામાં કહી આ વાત
ગુંજન સક્સેનાએ ન્યાયમૂર્તિ રાજીવ શકધર સમક્ષ દાખલ પોતાના સોગંધનામામાં સ્પષ્ટ કર્યું છે કે ફિલ્મ એક વૃત્તચિત્ર નથી, પરંતુ તેમના જીવનથી પ્રેરિત છે. આ ફિલ્મની શરૂઆતમાં રાખવામાં આવેલા બે અસ્વીકરણો( disclaimers) થી સ્પષ્ટ છે જે યુવા મહિલાઓને એરફોર્સમાં જોડાવવા માટે પ્રેરિત કરવાનો સંદેશ આપે છે.
તેમણે પોતાના વકીલ આદિય દીવાનના માધ્યમથી કહ્યું કે 'ડિપેંડર (સક્સેના) એ દાવો ન કરી શકે કે ફિલ્મમાં જે બતાવવામાં આવ્યું છે, તે તેમના વાસ્તવિક જીવન સાથે થયું છે. જોકે પ્રતિનિયુક્તનું માનવું છે કે ફિલ્મના માધ્યમથી સંદેશ આપવાની માંગ કરવામાં આવી છે જે યુવા મહિલાઓને ભારતીય વાસુનેઆમાં સામેલ થવા માટે પ્રેરિત કરે છે. વાયુસેના અને એક વ્યાપક કેંવાસ પર, તેનો ઉદ્દેશ્ય યુવાનોને પોતાના સપનાઓને આગળ વધારવા માટે પ્રેરિત કરવાનો છે, ના કે પોતાના પર સંદેહ કરવા અને પોતાના લક્ષ્ય માટે આકરી મહેનત કરવાનો છે.
કોર્ટે કેન્દ્રને કરી વિવાદિત ક્લિકની માંગ
કોર્ટે ફિલ્મના રિલીઝ પર પ્રતિબંધ લગાવવાની કેન્દ્ર અરજી પર આદેશ આપવાની મનાઇ કરી દીધી છે અને કહ્યું છે કે જે લોકો ફિલ્મ જોવા માંગે છે, તે પહેલાં જ તેને ઓટીટી મંચ પર જોઇ ચૂક્યા છે. આ સાથે જ કોર્ટમાં કેન્દ્રને કહ્યું કે તે ફિલ્મના તે દ્વશ્યોની ક્લિપ પ્રસ્તુત કરે, જેનાપર તેમને સમસ્યા છે. કોર્ટ હવે આ મામલે આગામી વર્ષે 18 જાન્યુઆરીના રોજ સુનાવણી કરશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube