નવી દિલ્હી: દર વર્ષે શ્રાવણ મહિનાના (Shravan Month) શુક્લ પક્ષના પાંચમા દિવસને નાગ પંચમી તરીકે ઉજવવામાં આવે છે. આજે 13 ઓગસ્ટ, શુક્રવાર છે. આજે નાગ પંચમીના (Nag Panchami) દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી ઘણા ફાયદા થાય છે. ભગવાન શંકરે સાપને ગળામાં પહેરાવ્યો છે, તેથી નાગ પંચમી પર નાગ દેવતા (Nag Devta) સાથે ભગવાન શિવની પૂજા કરો. આ માટે મંદિરમાં અથવા તો ઘરે જઈને પણ પૂજા કરી શકાય છે. જો કે, આ દિવસે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, નહીંતર યોગ્યતા મેળવવાને બદલે વ્યક્તિને પાપ લાગી શકે છે અને જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાગ પંચમી પર ક્યારેય ના કરો આ કામ
નાગ પંચમીના દિવસે નાગ દેવતા માટે વ્રત રાખવામાં આવે છે, તેમની પૂજા કરવામાં આવે છે. આજનો દિવસ કાલ સર્પ દોષ (Kaal Sarp Dosh) અને રાહુ-કેતુ (Rahu-Ketu) સંબંધી દોષોને દૂર કરવા માટે ખૂબ જ શુભ છે. જો કે, આ બાબતોને લઈને લોકોમાં થોડી મૂંઝવણ છે, જેના કારણે આ દિવસે પૂજામાં ભૂલો કરવાથી અથવા જીવતા સાપને (Real Snake) દુ:ખ પહોંચાડવાથી ઘણું પાપ લાગે છે. આવું કરવું એ જીવનમાં મુશ્કેલીઓને આમંત્રણ આપવાનું છે.


આ પણ વાંચો:- રાશિફળ 13 ઓગસ્ટ: આ જાતકોને આજે કાર્યક્ષેત્રમાં વિશેષ માન મળશે, ખ્યાતિ વધશે, તુલાવાળા સતર્ક રહે


- નાગ પંચમી પર ક્યારેય જીવતા સાપની પૂજા ન કરો, પરંતુ આ દિવસે નાગ દેવતાની મૂર્તિ અથવા ફોટાની પૂજા કરો. તમે મંદિરમાં જઈને પણ પૂજા કરી શકો છો.


- જીવંત સાપને ક્યારેય દૂધ ન પીવડાવો, તેમના માટે દૂધ ઝેર સમાન હોઈ શકે છે. તેથી તેમની મૂર્તિનો દૂધથી અભિષેક કરો.


- જ્યોતિષમાં આ વાતને સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, નાગ પંચમીના દિવસે કાલ સર્પ દોષ અને રાહુ કેતુ દોષના નિવારણ કરવા માટે પૂજા-પાઠ કરવી, નાગની મુર્તિનો અભિષેક કરવો સારું માનવામાં આવે છે. પરંતુ તેનો સંબંધ જીવતા સાપ સાથે નથી. તેથી આ દોષોને નિવારવા માટે જીવતા સાપની પુજા ના કરો અને ના સાપને કોઈ કષ્ટ પહોંચાડો, નહીંતર જીવનમાં ભારે સંકટનો સામનો કરવો પડી શકે છે.


આ પણ વાંચો:- Rahul Gandhi બાદ કોંગ્રેસ અને અનેક નેતાઓના ટ્વિટર એકાઉન્ટ લોક, પ્રિયંકાએ ટ્વિટર પર સાધ્યું નિશાન


આ રીતે કરો નાગ દેવતાની પૂજા
ઘર પર નાગ દેવતાની મુર્તિ સ્થાપિત કરો. દૂધથી અભિષેક કરો. તેમને હડદર જરૂરથી લગાવો. કંકુ-અક્ષત લગાવો. ધૂપ- દીવો પ્રગટાવી પૂજા કરો. મિઠાઈનો ભોગ ચઢાવો. સાથે જ તેમને નારિયેળ અર્પણ કરો અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરો.


(નોટ: આ લેખમાં આપેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારીત છે. ZEE NEWS તેની પુષ્ટી કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube