નવી દિલ્લી: ભારત સહિત દુનિયાભરના દેશોમાં કોરોના સંક્રમણનો દર ઓછો થઈ રહ્યો છે. તેની સાથે જ વેક્સીનેશન કવરેજ પણ વધતું જઈ રહ્યું છે. એવામાં ભારત સરકારે વિદેશથી આવનારા યાત્રીઓ માટે ટ્રાવેલ ગાઈડલાઈન્સમાં સંશોધન કર્યું છે. કેન્દ્ર સરકારે સંશોધિત દિશા-નિર્દેશોમાં આવનારા યાત્રીઓ માટે નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ ફરજિયાત કરી દીધો છે. આ રિપોર્ટ 72 કલાકની અંદરનો હોવો જોઈએ. નવા દિશા-નિર્દેશ 25 ઓક્ટોબર એટલે આગામી સોમવારથી આગામી આદેશ સુધી લાગુ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકારે કેટગરીમાં દેશની કરી વહેંચણી:
નવા દિશા નિર્દેશમાં બ્રિટન, અમેરિકા સહિત અન્ય ઘણા દેશોને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. એ કેટેગરીમાં તે દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યાંથી પ્રવાસીઓને ભારતમાં પ્રવેશ પર કેટલાંક વધારાના દિશા-નિર્દેશનું પાલન કરવું પડશે. તેમાં આગમન પછી કોવિડ તપાસ પણ કરવામાં આવશે. આ યાદીને 20 ઓક્ટોબર 2021ના રોજ અપડેટ કરવામાં આવી છે. જ્યારે બી કેટેગરીમાં તે દેશનો સમાવેશ થાય છે. જેની સાથે ભારત સરકારે રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કે WHO માન્યતા પ્રાપ્ત કોવિડ-19 વેક્સીનની સાથે સંપૂર્ણ વેક્સીનેશન કરાવ્યું હોય.


એ કેટેગરીમાં કયા-કયા દેશો:
યૂરોપિયન દેશો
દક્ષિણ આફ્રિકા
બ્રાઝિલ
બાંગ્લાદેશ
બોત્સવાના
ચીન
મોરેશિયસ
ન્યૂઝીલેન્ડ
ઝિમ્બાબ્વે


આ પણ વાંચોઃ ભગવો ઉતારીને લહેરાવ્યો આ ધ્વજ, તોડફોડ અને બબાલ, ઘટનાસ્થળે પહોંચ્યા DM-SP


બી કેટેગરીમાં કયા-કયા દેશો:
બ્રિટન
ફ્રાંસ
જર્મની
બેલારુસ
લેબનોન
અર્મેનિયા
યૂક્રેન
બેલ્જિયમ
હંગેરી
સર્બિયા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube