નવી દિલ્હીઃ દેશના જાણીતા વકીલ હરીશ સાલ્વે 65 વર્ષની ઉંમરમાં બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. જેમણે હાલમાં પોતાની પ્રથમ પત્ની મીનાક્ષી સાલ્વેને છૂટાછેડા આપી દીધા છે. હરીશ સાલ્વેએ લંડન સ્થિત એક આર્ટિસ્ટ સાથે બીજા લગ્ન કરવાની જાહેરાત કરી છે. 65 વર્ષીય આ વકીલે જૂનમાં પોતાની પત્ની મીનાક્ષી સાલ્વેને છૂટાછેડા આપ્યા હતા. મહત્વનું છે કે સાલ્વેની નવી પત્નીના પણ આ બીજા લગ્ન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાલ્વે નોર્થ લંડનમાં રહે છે. 28 ઓક્ટોબરે તેઓ કૈરોલીન બ્રોસાર્ડ સાથે એક ચર્ચમાં લગ્ન કરશે. માહિતી પ્રમાણે સાલ્વે અને બ્રોસાર્ડ એક વર્ષ પહેલા લંડનના કોઈ કાર્યક્રમમાં મળ્યા હતા. ત્યારબાદ હવે બંન્ને લગ્નના બંધનમાં બંધાવાના છે. 


બ્રોસાર્ડ એક આર્ટિસ્ટ છે, જે બ્રિટનમાં મોટી થઈ છે અને તેને એક 18 વર્ષની પુત્રી છે. આ લગ્નને લઈને સાલ્વેએ જણાવ્યુ કે, આ ખુબ નાનો સમારોહ હશે, જેમાં નજીકના માત્ર 15 લોકો સામેલ થશે. તેમાં કૌરોલિનાનો પરિવાર અને સાલ્વે તરપથી કૈમિલા તથા નમિતા પંજાબી સામેલ થશે. બ્રિટનમાં ભારતીય રેસ્ટોરન્ટ ચલાવતી નમિતા ત્યાં જાણીતું નામ છે. 


Bihar Election JP Nadda Rally: બિહારમાં વિપક્ષ પર નડ્ડાનો હુમલો, કહ્યું- અમે કર્યો છે પ્રદેશનો વિકાસ  


મહત્વનું છે કે જાન્યુઆરીમાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ક્વીન્સ કાઉન્સિલ  (QC) બન્યા પહેલા સાલ્વે ભારતના પૂર્વ સોલિસિટર જનરલ હતા. ક્વીન્સ કાઉન્સલ એક એવી ઉપાધિ છે જે દુનિયામાં ઓળખાઇ છે. તેઓ કોરોના વાયરસ મહામારી વચ્ચે સૌથી વ્યસ્ત વકીલોમાંથી એક રહ્યા છે કારણ કે તેઓ આ વર્ષે સુપ્રીમ કોર્ટમાં ઘણા હાઈ-પ્રોફાઇલ કેસમાં જોવા મળ્યા હતા. 


સાલ્વેએ દિલ્હી વિધાનસભા વિરુદ્ધ એક મામલામાં ફેસબુક ઉપાધ્યક્ષનું પ્રતિનિધિત્વ કર્યું અને મોરટોરિયમ મામલામાં ઈન્ડિયન્સ બેંક્સ એસોસિએશનનું પણ પ્રતિનિધિત્વ કર્યું હતું. કોરોના કાળ વચ્ચે સાલ્વેએ કહ્યુ હતું કે, તેઓ લંડનથી વીડિયો કોન્ફરન્સ દ્વારા મામલામાં ચર્ચા કરવામાં ખુબ સહજ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube