નવી દિલ્હી: મોદી સરકારે વાહન માલિકોને મોટી રાહત આપી છે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી નવા વાહનો માટે ભારત સિરીઝ(BH registration series) ની સૂચના બહાર પાડવામાં આવી છે. BH સિરીઝનો નંબર લીધા બાદ વાહન માલિકોએ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા પર પોતાની ગાડીનું ફરીથી રજિસ્ટ્રેશન કરાવવું નહીં પડે. આ નિયમ 15 સપ્ટેમ્બરથી લાગૂ થશે. મંત્રાલય તરફથી તેના નિયમ અને ફી પણ નિર્ધારિત કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિરીઝ માટે કોણ અપ્લાય કરી શકે, કેટલો ખર્ચો કરવો પડશે, જાણો આ નંબર પ્લેટ સંલગ્ન તમામ સવાલોના જવાબ...


નવી સિરીઝ માટે કોણ અરજી કરી શકે
રોડ પરિવહન મંત્રાલયના જણાવ્યા મુજબ આ નવી સિરીઝની શરૂઆતમાં આ લોકો પોતાના વાહનો માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે...


1. રક્ષાકર્મીઓના વાહન
2. કેન્દ્ર અને રાજ્ય સરકારોના કર્મચારીઓના વાહન
3. જાહેર ઉપક્રમોના વાહન
4. ખાનગી ક્ષેત્રની કંપનીઓના વાહન
5. સંગઠનોના સ્વામિત્વવાળા ખાનગી વાહનો


Business opportunity: AMUL સાથે બિઝનેસ શરૂ કરો, મહિને 10 લાખ રૂપિયા કમાણી કરો, જાણો પૂરેપૂરી ડિટેલ


જેમની ઓફિસ ચાર કે વધુ રાજ્યોમાં હોય તેમના કર્મચારીઓ પણ અરજી કરી શકે છે. નવી BH સિરીઝ માટે સરકારી અને પ્રાઈવેટ બંને જ સંસ્થાનોના કર્મચારી અરજી કરી શકે છે. 


Corona Update: આ 5 રાજ્યોમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક, છેલ્લા 24 કલાકમાં આટલા નોંધાયા કેસ


આવી દેખાશે નવી BH સિરીઝની નંબર પ્લેટ
રસ્તા પર દોડતી ગાડીઓની નંબર પ્લેટ તમે જોઈ હશે તેનાથી BH સિરીઝની નંબર પ્લેટ થોડી અલગ હશે. રાજ્યોના કોડ નામના આધારે નંબર પ્લેટની શરૂઆત થતી હોય છે પરંતુ ભારત સિરીઝમાં એવું નહીં થાય. BH સિરીઝમાં નંબર પ્લેટની શરૂઆત રજિસ્ટ્રેશન વર્ષની સાથે થશે. જેમ કે તમે જો આ વર્ષે રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તો નંબર પ્લેટની શરૂઆત 21 સાથે થશે. ત્યારબાદ BH લખેલુ હશે અને પછી નંબર અને છેલ્લે ફરીથી લેટર. દાખલા તરીકે આ રીતે સમજો...21BH ....અહીં નંબર આવશે અને ત્યારબાદ ફરીથી લેટર એટલે કે SS કે જે પણ. નંબર પ્લેટ કાળા અને સફેદ રંગમાં હશે. સફેદ બેકગ્રાઉન્ડમાં કાળા રંગથી નંબર લખેલા હશે. 


કેટલો ટેક્સ અને કેટલા વર્ષ માટે હશે?
તેમાં વાહન માલિકો પાસે બે વિકલ્પ હશે. જેમાં 2 વર્ષ કે 2ના ગુણાંકમાં એટલે કે બે વર્ષ, ચાર વર્ષ, 6 વર્ષ રોડ ટેક્સની ચૂકવણી કરવાની રહેશે. આરટીઓ પાસે જવાની જરૂર નથી. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન રહેશે. BH સિરીઝ માટે મંત્રાલયે 10 લાખ રૂપિયા સુધીના ખર્ચવાળા વાહનો માટે 8 ટકા રોડ ટેક્સ, 10-20 લાખ રૂપિયાના ખર્ચવાળા વાહનો માટે 10 ટકા રોડ ટેક્સ, 20 લાખ રૂપિયાથી વધુ ખર્ચવાળા વાહનો માટે 12 ટકા રોડ ટેક્સ નક્કી કર્યો છે. ડીઝલ વાહનો માટે 2 ટકા વધારાનો ટેક્સ, ઈલેક્ટ્રિક વાહનો પર 2 ટકા ઓછો ટેક્સ લગાવવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube