મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5 લાખને પાર, નવા 12822 કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણના નવા 132 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 5 લાખને પાર પહોંચી ગઈ છે અને રાજ્યનો રિકવરી રેટ 67 ટકા આસપાસ પહોંચી ગયો છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં શનિવારે કોરોના સંક્રમણના 12 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, પ્રદેશમાં શનિવારે 12822 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં કેસોની કુલ સંખ્યા 5 લાખને પાર પહોંચી ગઈ છે.
સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર પ્રદેશમાં શનિવાર સાંજ સુધી છેલ્લા 24 કલાકમાં 12822 નવા કેસ નોંધાયા છે. આ સિવાય રાજ્યમાં 275 લોકોના મૃત્યુ પણ થયા છે. રાજ્યમાં કોરોનાના અત્યાર સુધી 5 લાખ 3 હજાર 84 કેસ સામે આવી ચુક્યા છે. તો સંક્રમણથી કુલ 17 હજાર 367 લોકોના મૃત્યુ થયા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube