New Delhi World Book Fair 2023: વાંચવાનો ખુબ જ શોખ  ધરાવતા લોકો માટે આજથી તો જાણે તહેવાર શરૂ થઈ રહ્યો છે. દિલ્હીમાં દેશનો સૌથી મોટો બુક ફેર કોવિડ મહામારીના કારણે બે વર્ષથી વર્ચ્યુઅલી થઈ રહ્યો હતો જેના કારણે બુકલવર્સને મોટી નિરાશા સાંપડતી હતી પરંતુ હવે આ વખતે તેઓ ખુલીને આ બુક ફેસ્ટનો આનંદ ઉઠાવી શકશે. કારણ કે આજથી એટલે કે 25મી ફેબ્રુઆરીથી તેની શરૂઆત થઈ ગઈ છે. New Delhi International Book Fair (NDWBF) ની 31મી આવૃત્તિની આજથી શરૂઆત થઈ છે. આ આયોજન છેલ્લા 50 વર્ષથી થઈ રહ્યું છે. દર વખતની જેમ દિલ્હીના પ્રગતિ મેદાનમાં તેનું આયોજન થયું છે. જેને National Book Trust દ્વારા આયોજિત થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે આ વખતે બુક ફેરની થીમ
NDWBF 2023 ભારતની સ્વતંત્રતાના 75માં વર્ષમાં યોજાયો છે. આથી આ વખતની થીમ પણ આઝાદી કા અણૃત મહોત્સવ રાખવામાં આવી છે. જેને જોતા આ મેળામાં તમને સ્વતંત્રતા સંગ્રામ અને તેના નાયકો પર 750થી વધુ પુસ્તકો અને અન્ય ચીજો મળશે. પુસ્તકો અનેક ભારતીય ભાષાઓ અને અંગ્રેજીમાં ઉપલબ્ધ થશે. આયોજનમાં દર વખતે એક ગેસ્ટ એન્ટ્રી થાય છે. જે આ વખતે ફ્રાન્સ છે. 


ડેટ અને ટાઈમિંગ તથા એન્ટ્રી ફી
આ બુક ફેર 25 ફેબ્રુઆરી 2023થી 5 માર્ચ 2023 સુધી ચાલશે. બુક ફેર જનતા માટે રોજ સવારે 11 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. એન્ટ્રી ફી/ટિકિટની વાત કરીએ તો આ વખતે અલગ અલગ એન્ટ્રી ફી રાખવામાં આવી છે. સૌથી પહેલા તો શાળાના બાળકો, સીનિયર સિટિઝન્સ અને દિવ્યાંગ લોકો માટે એન્ટ્રી સંપૂર્ણ રીતે ફ્રી રહેશે. જ્યારે સામાન્ય જનતા માટે અલગ વ્યવસ્થા છે. બાળકો માટે 10 રૂપિયાની ટિકિટ અને વયસ્કો માટે 20 રૂપિયાની ટિકિટ લાગશે. બુક ફેર આવનારા લોકો માટે એડ્રસ Pragati Maidan, Mathura Road, New Delhi-110001 છે. જો મેટ્રોથી જવું હોય તો સૌથી નજીકનું મેટ્રો સ્ટેશન સુપ્રીમ કોર્ટ છે જો કે પહેલા તે પ્રગતિ મેદાનના નામથી ઓળખાતું હતું. સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશનથી નજક જ મેદાનનો ગેટ છે. તમને આ સ્ટેશનથી મેળાની ટિકિટ પણ મળી જશે. નહીં તો તમે નીચે ગેટથી પણ એન્ટ્રી ફી આપીને ટિકિટ લઈ શકો છો. 


છોકરીઓ વચ્ચે બાથંબાથીમાં તમામ મર્યાદાઓ પાર, વાળ ખેંચીને લાફા ઝીંક્યા, Video Viral


હવે વિદેશોમાં પણ વાગશે PM મોદીનો ડંકો, અનેક દેશોમાં શરૂ થવા જઈ રહી છે ભારતની આ સેવા


1 એપ્રિલથી NPSમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાશે, આ દસ્તાવેજો આપવા પડશે


આ વખતે શું છે ખાસ
આ વખતે પણ તમને બુક ફેરમાં અલગ અલગ આકર્ષણ જોવા મળશે. સૌથી પહેલા તો અલગથી થીમ મંડપ બનાવેલો હશે જ્યાં થીમ સંલગ્ન પુસ્તકો, તમામ જાણકારીઓ મળશે. આ સિવાય કલ્ચરલ પ્રોગ્રામ, ઈન્ટરનેશનલ ઈવેન્ટનો પણ કોર્નર રહેશે. તથા લેખક મંચ રહેશે. જ્યાં તમને અનેક મોટા લેખકોને જોવાની અને સાંભળવાની તક મળશે. આ સિવયા આ વખતે એક ચિલ્ડ્રન્સ પેવેલિયન પણ બનાવવામાં આવ્યો છે. જ્યાં તમને બાળકો પર ફોક્સ્ડ એક્ટિવિટિઝ જોવા મળશે. બાળકોમાં પુસ્તકોને વાંચવાનો રસ કેળવવા પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રકારના પ્લે અને સ્કિટ પણ જોઈ શકાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube