નવી દિલ્હી: કોરોના (Coronavirus) ના ઓછા થઈ રહેલા જોખમ વચ્ચે વાયરસથી સંક્રમિત દર્દીઓમાં નવા પ્રકારની બીમારીઓ જોવા મળી રહી છે. જે વધુ ચિંતા પેદા કરે છે. કોરોના રિકવર દર્દીઓમાં બ્લેક ફંગસ બાદ હવે એવેસ્ક્યુલર નેક્રોસિસ નામની બીમારીના લક્ષણો જોવા મળી રહ્યા છે. આ બીમારીને બોન ડેથ પણ કહે છે. કારણ કે તેમાં શરીરની અંદર લોહીનો પ્રવાહ ઠીક ન હોવાના કારણે હાડકા ગળવા લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટેરોઈડના કારણે બીમારી?
ટાઈમ્સ ઓફ ઈન્ડિયના રિપોર્ટ મુજબ મુંબઈના હિન્દુજા હોસ્પિટલમાં આ ગંભીર બીમારીના ત્રણ દર્દીઓ વિશે જાણવા મળ્યું છે. જેમણે ડોક્ટરો સામે એક નવી મુશ્કેલી ઊભી કરી છે. બોન ડેથ અને બ્લેક ફંગસ પાછળ સ્ટેરોઈડનો ઉપયોગ કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમણથી રિકવરી માટે અનેક દર્દીઓને સ્ટેરોઈડ્સ આપવામાં આવે છે. 


Corona Update: 24 કલાકમાં કોરોનાના 40 હજારથી ઓછા નવા કેસ નોંધાયા, આટલા લોકોએ ગુમાવ્યા જીવ


હોસ્પિટલમાં 40થી ઓછી ઉંમરના 3 દર્દીઓ આ બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. મળતી માહિતી મુજબ કોરોનાથી રિકવર થયાના બે મહિના બાદ દર્દીઓમાં આ બોન ડેથના લક્ષણો જોવા મળ્યા છે. મેડિકલ ડોક્ટર સંજય અગ્રવાલે જણાવ્યું કે ત્રણેય દર્દીઓ ડોક્ટર હતા અને તેમનામાં સૌથી પહેલા જાંઘના હાડકાના દુખાવાની ફરિયાદ જોવા મળી હતી. જેની તપાસ બાદ બોન ડેથ બીમારી જાણવા મળી. 


Shiv Sena અને BJP ફરી ભેગા થઈ જશે? ભાજપના દિગ્ગજ નેતાએ કહ્યું- હાલાત જોઈને લઈશું યોગ્ય નિર્ણય


કેસ વધવાનું જોખમ
ડોક્ટરોએ જણાવ્યું કે જે દર્દીઓમાં લાંબા સમય સુધી કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે અને તેમની સારવારમાં સ્ટેરોઈડ્સનો ઉપયોગ થયો છે તેમનામાં આ બીમારીના લક્ષણોનું જોખમ વધી જાય છે. ડોક્ટરે જણાવ્યું કે સ્ટેરોઈડ્સના ઉપયોગના 1-2 મહિના બાદ આ બીમારીના નવા કેસ સામે આવી શકે છે કારણ કે સ્ટેરોઈડ્સની અસર 5થી 6 મહિના બાદ જોવા મળે છે. તેમણે કહ્યું કે કોરોનાની  બીજી લહેરને પહોંચી વળવા માટે દર્દીઓમાં મોટા પાયે સ્ટેરોઈડ્સનો ઉપયોગ થયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube