મુંબઈ : વર્ષ 2017 હવે પૂરું થવાને છે, ત્યારે હોંશભેર વર્ષ 2018ના સ્વાગતની ઉજવણીની તૈયારીમાં સૌ કોઈ આતુર છે. જોકે આ માહોલમાં ચોંકાવનારી માહિતી મળ છે. સૂત્રો અનુસાર નશાના સૌદાગરોએ પણ ન્યુ ઈયર પાર્ટીને જરા હટકે અલગ અંદાજમાં મનાવાની તૈયારી કરી છે, સૂત્રોનો દાવો છે કે, ડ્રગ્સ પેડલર્સ આ વખતે નવા વર્ષની ઉજવણીમાં હવામાં લાફિંગ ગેસનું ઝેર ફેલાવાની કોશિશમાં છે. આ સાથે તપાસ એજન્સીઓએ બલૂન ગેંગ પર પણ ચાંપતી નજર રાખવા કમર કસી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ગુપ્તચર માહિતી પ્રમાણે યુ.કે અને યુ.એસ.એ.માં પોતાનો કહેર વર્તાવ્યા બાદ લાફિંગ ગેસ મુંબઈની પાર્ટીઓમાં દસ્તક આપવાની તૈયારીમાં છે, આ વર્ષે નવા વર્ષની ઉજવણી દરમિયાન નશાના સૌદાગરો લાફિંગ ગેસના રૂપમાં મુંબઈની હવાઓમાં ઝેર ભેળવવાની તૈયારીમાં છે. લાફિંગ ગેસના આ ડ્રગ્સની અસર અમુક કલાકો સુધી રહે છે જેને લીધે વ્યક્તિ અચાનક હસવા માંડે છે. આ જ કારણે ડ્રગ્સ યુવાઓને વધુ આકર્ષિત કરે છે અને તેનું સેવન અમુક કલાકો સુધી ચાલતી ન્યુ ઈયર પાર્ટીઓમાં જોરશોરમાં થતું હોય છે.


આ એક ઓછું ટોક્સિક ડ્રગ્સ છે પણ બીજા ડ્રગ્સ સાથે તેનું સેવન કરતા આ ડ્રગ્સ અત્યંત હાનિકારક સાબિત થઇ શકે છે. આને લીધે ફેંફસાની તકલીફ, વિટામિનની અછત અને માનસિક અસંતુલન જેવી બીમારીઓ થઈ શકે છે. સૂત્રો અનુસાર આ જ સમય દરમ્યાન ડ્રગ ડીલર્સ તેમના કન્સાઇન્મેન્ટ જુદા જુદા ખુફિયા માર્ગોથી મુંબઈ, પુણે, દિલ્હી, બેંગ્લોર અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં  પહોંચાડતા હોય છે, આ ખબરને ધ્યાનમાં રાખતા તપાસ એજેન્સીઓ અને પોલીસ ફુગ્ગા વિક્રેતાઓથી લઈને પાર્ટીઓમાં બલૂન સપ્લાય કરનારા દરેક પર ચાંપતી નજર રાખી રહી છે.