લખનઉ: લખનઉમાં થયેલી વિવેક તિવારી હત્યાકાંડમાં વિવેકના પરિવારજનોએ નવી એફઆઇઆર નોંધાવી છે. વિવેક તિવારીના પરિવારજનો દ્વારા નોંધાવવામાં આવેલી નવી એફઆઇઆરમાં આરોપી પોલીસકર્મીઓના પણ નામ દાખલ કરાવવામાં આવ્યા છે. આ પહેલા પરિવારજનોએ આ મામલે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. વિવેક તિવારીના લખનઉના વૈકુંઠ ધામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિવારે લખનાઉના ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં પરિવારે નોંધાવેલી એફઆઇઆરમાં વિવેક તિવારીને નજીકથી ગોળી મારવામાં આવી હોવાની વાત કરવામાં આવી છે. આ પહેલા જૂની એફઆઇઆરમાં ફાયરિંગનો અવાજ સંભાળવા મળ્યો હોવાની વાત કરવામાં આવી હતી. જૂની એફઆઇઆર વિવેક તિવારીની આફિસની મિત્ર અને સાક્ષી સનાએ નોંધાવી હતી. જ્યારે આ નવી એફઆઇઆર વિવેકની પત્ની કલ્પનાએ નોંધાવી છે.



નવી એફઆઇઆરમાં લખવામાં આવ્યું છે કે આરોપી પોલીસકર્મી પ્રશાંતે વિવેક તિવારીને મારી નાખવાના ઉદેશ્યથી કારના ગ્લાસ પાસે પિસ્તોલ રાખીને ફાયરિંગ કર્યું હતું. સનાને ના કોઇનો ફોન ઉપાડવા દેવાતો અને ના કોઇને ફોન કરવા દેવામાં આવતો હતો અને પોલીસે કોરા કાગળ પર સહીં પણ કરાવી હતી. એફઆઇઆરમાં જણાવવામાં આવ્યું છે કે એક પોલીસકર્મી ડંડો લઇને ઉભો હતો.


લખનઉના ગોમતીનગર વિસ્તારમાં પોલીસ કોંસ્ટેબલની ફાયરિંગમાં મોતને ભેટનાર વિવેક તિવારીના અંતિમ સંસ્કાર રવિવારે કરવામાં આવ્યા હતા. તેની અંતિમ યાત્રા તેના ઘર ગંગા એપાર્ટમેન્ટથી નિકળી અને વૈકુંઠ ધામમાં તેના અંતિમ સંસ્કાર સવારના લગભગ 8 વાગ્યે કરવામાં આવ્યા હતા. તે દરમિયાન યૂપી સરકારના મંત્રી બૃજેશ પાઠક અને આશુતોષ ટંડન વૈકુંઠ ધામ પહોંચ્યા અને વિવેકના પરિવારજનોની મુલાકાત લીધી હતી.


શનિવારે લખનઉના જિલ્લાધિકારીએ કહ્યું હતું કે વિવેક તિવારીના પરિવારજનો બધી માંગ સ્વિકારવામાં આવી છે. સરકારે વિવેક તિવારીના પરિવારને વળતરના રૂપમાં 25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત તેની પત્ની કલ્પના તિવારીને સરકારી નોકરી આપવાનું આશ્વાસન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, આગળના 30 દિવસમાં આ મામલાની તપાસ પૂરી કરવામાં આવશે. પરિવારજનો ઇચ્છે તે આ કેસની તપાસ CBI દ્વાર કરવામાં આવે તો સરકાર તેના માટે પણ તૈયાર છે.