`સાથી` : સપા-બસપા ગઠબંધનનો નવો `લોગો`, સાઈકલ અને હાથીનો છે સાથ
આ લોગોમાં સપાના ચૂંટણી નિશાઈન સાઈકલનો પ્રથમ અક્ષર `સા` અને બસપાના ચૂંટણી નિશાન હાથીમાંથી અંતિમ અક્ષર `થી`ને જોડીને `સાથી` શબ્દ બનાવાયો છે
નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સપા-બસપા ગઠબંધનનો એક નવો લોગો ટ્વીટ કર્યો છે. આ લોગોમાં સપાના ચૂંટણી નિશાઈન સાઈકલનો પ્રથમ અક્ષર 'સા' અને બસપાના ચૂંટણી નિશાન હાથીમાંથી અંતિમ અક્ષર 'થી'ને જોડીને 'સાથી' શબ્દ બનાવાયો છે.
'સાથી' લોગોની સાથે જ તેની ટેગલાઈન 'મહાગઠબંધન સે મહાપરિવર્તન' પણ લખવામાં આવી છે. સપાની સાઈકલનું પૈડું અને બસપાના હાથીની સૂંઢ જોડીને આ નવો લોગો બનાવાયો છે.
પહેલા ચાવાળો અને હવે ચોકીદાર, દેશ ખરેખર બદલાઈ રહ્યો છેઃ માયાવતીનો ટોણો
સાઈકલના પૈડાનો રંગ લાલ અને હાથીની સૂંઢનો રંગ વાદળી છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સપા-બસપા ગઠબંધનનો આ નવો લોગો ટ્વીટ કર્યો છે. અખિલેશ યાદવે આ લોગોને ઈતિહાસનું ચક્ર જણાવ્યો છે.
સાથે જ તેમણે લખ્યું છે કે, આ રચનાત્મક્તા રચનાકારની રચના અને વિચારથી પ્રભાવિત છે. નવા લોગોમાં સાઈકલ અને હાથીના મિલનને અત્યંત રસપ્રદ રીતે બતાવાયો છે. લોગોમાં બંને પાર્ટીના રંગનું પણ સંપૂર્ણ ધ્યાન રખાયું છે.