Congress Vs BJP: નવી સંસદના ઉદ્ઘાટનના દિવસે ભાજપ-કોંગ્રેસમાં સંગ્રામ, ઉઠ્યો નેહરૂ vs મોદીનો મુદ્દો, જાણો શું છે વિવાદ
Congress Vs BJP: નવા સંસદ ભવનને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નિવેદનબાજી જોરશોરથી થઈ રહી છે. હવે બંને પાર્ટીઓ વચ્ચે જવાહરલાલ નેગરૂ અને પીએમ મોદીને લઈને નવો જંગ શરૂ થયો છે.
નવી દિલ્હીઃ Jawaharlal Nehru Vs Narendra Modi: નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બહિષ્કાર કરનાર 20 વિપક્ષી પાર્ટીઓમાંની એક કોંગ્રેસે ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે એક તસવીર ટ્વીટ કરી છે જેમાં 'નાના' પીએમ મોદીને એક ઉંચા પંડિત જવાહરલાલ નહેરુની બાજુમાં ઉભેલા બતાવવામાં આવ્યા છે. કોંગ્રેસે બતાવવાનો પ્રયાસ કર્યો છે કે પીએમ મોદી નેહરુના કદ સુધી પહોંચી શકતા નથી. જેના કારણે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નવો જંગ શરૂ થયો છે.
કોંગ્રેસના આ ટ્વીટનો જવાબ આપતા ભાજપે પણ એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં ભાજપ દ્વારા કેમેરા સાથે જવાહરલાલ નેહરુની તસવીર જાહેર કરવામાં આવી હતી. કેપ્શનમાં લખ્યું છે, "નહેરુનું સત્ય". તસવીરમાં પૂર્વ વડાપ્રધાન પર ફોકસ કરતો કેમેરા દેખાય છે અને ફોટા પર "રીલ, રિયલ" શબ્દો લખેલા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube