નવી દિલ્હીઃ New Parliament Inauguration Schedule: સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 મેએ કરશે. પીએમ મોદી સંસદનું ઉદ્ઘાટન બપોરે 12 કલાકે કરવાના છે પરંતુ તે પહેલાં સવારે 7 કલાકથી હવન-પૂજનનો કાર્યક્રમ શરૂ થઈ જશે. સવારે 7.30થી 8.30 સુધી હવન અને પૂજા થશે. પૂજા માટે પંડાલ ગાંધી મૂર્તિની પાસે બનાવવામાં આવશે. તમે પણ જાણો શું રહેશે ઉદ્ઘાટન દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પૂજામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભા સ્પીકર ઓમ બિરલા, રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન સહિત ઘણા મંત્રી હાજર રહેશે. ત્યારબાદ 8.30 થી 9.30 વચ્ચે લોકસભાની અંદર સેંગોલને સ્થાપિત કરવામાં આવશે. સવારે 9.30 કલાકે પ્રાર્થના સભા થશે, આ પ્રાર્થના સભામાં શંકરાચાર્ય સહિત ઘણા મોટા વિદ્વાન પંડિત અને સાધુ સંત હાજર રહેશે. આ સિવાય આદિ શિવ અને આદિ શંકરાચાર્યની પૂજા થવાની સંભાવના છે. 


આ પણ વાંચોઃ શું છે 'સેંગોલ', કોણે બનાવ્યું, કેમ છે આટલું મહત્વ, શા માટે અપાઈ રહ્યું છે પ્રાધાન્ય


બપોરે 12 કલાકે શરૂ થશે બીજો તબક્કો
સવારે પૂજા અને હવન બાદ બપોરે 12 કલાકથી બીજા તબક્કાનો કાર્યક્રમ શરૂ થશે. રાષ્ટ્રગાનની સાથે બીજા તબક્કાના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. આ તકે બે શોર્ટ ફિલ્મોનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે. ત્યારબાદ રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિનો સંદેશ વાંચશે. રાજ્યસભામાં વિપક્ષના નેતાનું પણ આ તકે સંબોધન થશે. 


અંતમાં હશે પીએમ મોદીનું સંબોધન
આ પ્રસંગે એક સિક્કો અને સ્ટેમ્પને પણ રિલીઝ કરવામાં આવશે. સૌથી અંતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન થશે અને આ સાથે તે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. માનવામાં આવી રહ્યું છે કે લગભગ 2થી 2.30 કલાક સુધી કાર્યક્રમનું સમાપન થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube