હવે બનશે નવું સંસદ ભવન, સાંસદોને મળશે આ તમામ આધુનિક સુવિધાઓ
સંસદના નવા ભવન (New Parliament Building)નું નિર્માણ કાર્ય આ વર્ષ ડિસેમ્બરમાં શરૂ થઈ રહ્યું છે અને સંસદ (Parliament)ની નવી બિલ્ડિંગ ઓક્ટોબર 2022 સુધીમાં બનીને તૈયાર થઈ જશે
નવી દિલ્હી: સંસદના નવા ભવન (New Parliament Building)નું નિર્માણ કાર્ય આ વર્ષ ડિસેમ્બરમાં શરૂ થઈ રહ્યું છે અને સંસદ (Parliament)ની નવી બિલ્ડિંગ ઓક્ટોબર 2022 સુધીમાં બનીને તૈયાર થઈ જશે. લોક સભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા શુક્રવારના સમીક્ષા બેઠક બાદ લોક સભા સચિવાલયે આ વાતની જાણકારી આપી હતી.
આ પણ વાંચો:- દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 78 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 650 લોકોનું મૃત્યુ
સાંસદોને મળશે આ સુવિધાઓ
નવા સંસદ ભવનના નિર્માણ કાર્યની જાણકારી આપતા લોક સભા અધ્યક્ષ ઓમ બિરલા (Om Birla)એ કહ્યું કે, નવું સંસદ ભવન દુનિયાના સૌથી આધુનિક ભવનમાંથી એક હશે. જેમાં સાંસદોને પેપર લેસ ઓફિસની સાથે લાઉન્જ, લાયબ્રેરી અને સમિતિઓ બેઠક ખંડની સાથે જ તમામ પ્રકારની સુવિધાઓ મળશે. સંસદ ભવનમાં તમામ ડિજિટલ સુવિધાઓ હશે. લોકો સભા અધ્યક્ષે શહેરી વિકાસ મંત્રી હરદીપ પુરી (Hardeep Singh Puri) અને તમામ અધિકારીઓ સાથે નવા સંસદ ભવનની તમામ વ્યવસ્થાની જાણકારી મેળવી.
આ પણ વાંચો:- સમુદ્રમાં ચીનને જવાબ આપવાની જોરદાર તૈયારી, ભારતે 2 દિવસમાં લોન્ચ કર્યા ખતરનાક હથિયાર
મોનિટરિંગ માટે બનાવવામાં આવી રહી છે સમિતિ
નવા સંસદ ભવન (New Parliament Building)ના નિર્માણના કામકાજ પર નજર રાખવા માટે મોનિટરિંગ સમિતિ બનાવવામાં આવી રહી છે, જેમાં લોક સભા સચિવાલય અને શહેરી વિકાસ મંત્રાલયના અધિકારીઓ સાથે જ લોક નિર્માણ વિભાગ, એનડીએમસી અને પરિયોજનાના આર્કિટેક્ટ સામેલ હશે.
આ પણ વાંચો:- નોમ અને દશેરાના મુહૂર્તની ન કરો ચિંતા, જાણો દશેરાની ચોક્કસ તારીખ
અધિકારીઓએ તૈયાર કરી છે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ
શહેરી વિકાસ મંત્રાલયના અધિકારીઓએ સમીક્ષા બેઠક દરમિયાન લોક સભા સ્પીકરને જણાવ્યું કે, નવા સંસદ ભવનના નિર્માણ દરમિયાન અને ખાસ કરીને સંસદ સત્ર દરમિયાન વીવીઆઇપી અને સ્ટાફના આવવાની વ્યવસ્થા કઈ રીતે કરવામાં આવશે, તેની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. વર્તમાન ભવનમાં પણ સમારોહ માટે વધારે ઉપયોગી સ્થાનની વ્યવસ્થા માટે તેને પણ સંપૂર્ણ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે જેથી તેનો પણ ઉપયોગ થઇ શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube