New Rules From 1st May: એપ્રિલમાં ખતમ થઇ ગયો અને મે મહિનો શરૂ થઇ ગયો છે. મહિનાનો શરૂ થતાં જ દર વખતની માફક આ વખતે પણ કેટલાક ફેરફાર થઇ ગયા છે. આ ફેરફાર એવા છે કે જે સીધા તમને પ્રભાવિત કરશે. 1 મેના રોજ ઓઇલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 19 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ઉપરાંત સેવિંગ એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડની ફીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. કેટલીક બેંકોએ મે મહિનાથી સેવિંસ એકાઉન્ટની સર્વિસ પર ફી વધારી દીધી છે અને કેટલાક યૂટિલિટી બિલ પેમેન્ટ ક્રેડિટ કાર્ડ સરચાર્જ ઉમેરી દીધા છે. આવો એક નજર કરીએ આજથી બદલાઇ ગયેલા નિયમો પર.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LPG Price 1 May: આ સમાચાર સાંભળી લોકોની સુધી ગઇ સવાર, આટલો સસ્તો થયો એલપીજી સિલિન્ડર
Virat-Anushka: જ્યારે વિરાટ-અનુષ્કાનું થયું હતું બ્રેકઅપ, આ કારણે ફરીથી આવ્યા સાથે


સેવિંગ એકાઉન્ટ પર લાગનાર ચાર્જમાં ફેરફાર
દેશની બીજી સૌથી મોટી પ્રાઇવેટ બેંક ICICI એ પણ સેવિંગ એકાઉન્ટ પર લાગનાર ચાર્જમાં ફેરફાર કર્યો છે. નવા ચાર્જ 1 મેથી લાગૂ થઇ જશે. બેંક તરફથી જણાવવામાં આવ્યું છે કે ડેબિટ કાર્ડ (Debit Card) પર વાર્ષિક ફી 200 રૂપિયા કરી દીધી છે. જોકે રૂરલ એરિયામાં આ ચાર્જ 99 રૂપિયા રહેશે. આ ઉપરાંત 1 મેથી 25 પેજવાળી ચેક બુક ઇશ્યૂ કરવા પર કોઇપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહી. ત્યારબાદ એટલે કે 26મા પેજથી દરેક પેજ માતે કસ્ટમરને 4 રૂપિયા લેવામાં આવશે. આઇએમપીએસથી ટ્રાંજેક્શન પર 2.50 થી લઇને 15 રૂપિયા સુધીના ટ્રાંજેક્શન પર ચાર્જ લાગશે. 


લંડનમાં તલવાર વડે લોકો પર હુમલો, 13 વર્ષીય છોકરાનું મોત, 2 પોલીસકર્મી સહિત 4ને ઇજા
India Post ની આ વેકેન્સી માટે કરો અરજી, ઓફલાઇન ચાલી રહી છે અરજી પ્રક્રિયા


નામ અને જન્મતારીખ આપવી જરૂરી
મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોમાં PAN કાર્ડ અથવા ઓળખ કાર્ડ મુજબ નામ અને જન્મ તારીખ આપવી ફરજિયાત બની ગઈ છે. આ નિયમ CAMS વેબસાઇટ પર આપવામાં આવેલા મોટા નિયમનકારી ફેરફાર હેઠળ કરવામાં આવ્યો છે. CAMS મુજબ, રોકાણકારોએ પાન કાર્ડ મુજબ નવી અરજીઓ (ઓનલાઈન અને ઓફલાઈન) અને KYCમાં તમામ ખાતાધારકોના નામ અને જન્મ તારીખો આપવી જોઈએ. આમાં વાલી અને પાવર ઓફ એટર્ની ધારકોનો પણ સમાવેશ થાય છે. આ જરૂરી છે કારણ કે સેબી ((SEBI) ના KYC નિયમો અને આવકવેરા વિભાગની PAN વેરિફિકેશન પ્રક્રિયામાં ફેરફાર હેઠળ નામ અને જન્મ તારીખ PAN સામે ચકાસવામાં આવે છે.


તમે કઇ કોરોના વેક્સીન લીધી છે? જો કોવિશિલ્ડ લીધી હોય સાચવજો... 10 પોઇન્ટમાં સમજો
જો તમે કોરોનાની આ વેક્સીન લીધો હોય તો સાચવજો, આવી શકે છે હાર્ટ એટેક, કંપનીનો સ્વિકાર


સ્પેશિયલ એફડી સ્કીમનો આવતીકાલે અંતિમ દિવસ
HDFC બેંક સીનિયર સિટીઝન મઍટે બનાવવામાં આવેલી સ્પેશિયલ એફડી સ્કીમ (FD) ને હવે ખતમ કરવા જઇ રહી છે. આ સ્કીમને બેંક તરફથી મે 2020 માં શરૂ કરવામાં આવી હતી. તેના અંતગર્ત સીનિયર સિટીઝનને વધુ વ્યાજ મળે છે. આજે આ એફડી સ્કીમમાં રોકાણ કરવાનો અંતિમ દિવસ છે. આ સિનિયર સિટીઝન FD સ્કીમ 2 મે 2024થી બંધ થઈ જશે. વરિષ્ઠ નાગરિકો HDFC બેંકની સિનિયર સિટીઝન કેર FD સાથે ઊંચા વ્યાજ દરોનો લાભ લઈ શકે છે. 5 વર્ષ, 1 દિવસથી 10 વર્ષ સુધીના પૂર્વ-નિર્ધારિત સમયગાળા પર 7.75% વ્યાજ ઉપલબ્ધ છે. વર્તમાન 0.5% પ્રીમિયમ ઉપરાંત, વરિષ્ઠ નાગરિક સંભાળ FD પર 0.25% વધારાનું વ્યાજ મળે છે.


શર્માજી કી લવસ્ટોરી: લગ્ન પહેલાં રોહિત શર્માના દિલ પર રાજ કરતી હતી આ બોલીવુડ હસીના
હાચ્ચું... પૈસા આપવા છતાં પણ બધા ખરીદી ન શકે Rolls Royce? શું હોય છે નિયમ


મિનિમમ એવરેજ બેલેન્સ ચાર્જમાં ફેરફાર
યસ બેંકે 1 મે 2024 થી બચત ખાતાઓ પર લઘુત્તમ સરેરાશ બેલેન્સ ચાર્જમાં ફેરફાર કર્યો છે. સેવિંગ્સ એકાઉન્ટનો પ્રો મેક્સ MAB રૂ. 50,000 હશે, જેમાં મહત્તમ રૂ. 1,000 ચાર્જ હશે. આ સિવાય સેવિંગ એકાઉન્ટ પ્રો પ્લસ, યસ એસેન્સ એસએ (Yes Essence SA) અને યસ રિસ્પેક્ટ એસએ (YES Respect SA) માં ન્યૂનતમ બેલેન્સ 25,000 રૂપિયા હશે. આ એકાઉન્ટ પર 750 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે. યસ બેંકના સેવિંગ્સ એકાઉન્ટ પ્રોમાં મિનિમમ 10,000 રૂપિયાનું બેલેન્સ જાળવવું પડશે. આના પર મહત્તમ 750 રૂપિયાનો ચાર્જ લાગશે. મૂલ્ય બચાવવા માટે 5000 રૂપિયાની મર્યાદા છે અને મહત્તમ 500 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે. એ જ રીતે, માય ફર્સ્ટ એકાઉન્ટ માટે, મર્યાદા 2500 રૂપિયા હશે અને મહત્તમ ચાર્જ 250 રૂપિયા હશે.


Angarak Yog: અંગારક યોગ કરાવશે મોટું નુકસાન, 1 મહિના સુધી બચીને રહે આ 4 રાશિઓ
એપ્રિલમાં હિમવર્ષા જોઇ લોકો આશ્વર્યચકિત! વરસાદે મચાવ્યો આતંક, રોડ તણાયા


કોમર્શિયલ સિલિન્ડર પર રાહત
લોકસભા ચૂંટણી વચ્ચે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ રાહતા આપતાં 19 કિલોવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 19 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ત્યારબાદ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટીને 1745.50  રહી ગયા છે. દેશભરમાં નવા ભાવ 1 મેથી લાગૂ કરવામાં આવ્યા છે. આ પહેલાં એપ્રિલમાં પણ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડર પર 1 એપ્રિલથી 30.50 રૂપિયા ઘટાડ્યા હતા. માર્ચમાં 25.5 રૂપિયા અને ફેબ્રુઆરીમાં 14 રૂપિયાનો વધારો કર્યો હતો. કલકતામાં હવે આ સિલિન્ડર 1859  રૂપિયા અને મુંબઇમાં 1698.50 રૂપિયામાં મળશે. 


Gold Rate: અખાત્રીજ પહેલા ધાર્યા કરતાં વધુ સસ્તું થયું સોનું, જાણો આજનો લેટેસ્ટ ભાવ
Mukesh Ambani ની પીચ પર બેટિંગ કરશે Gautam Adani, બનાવ્યો 11,520 કરોડ રૂપિયાનો પ્લાન