Gold Rate: અખાત્રીજ પહેલા અઢી હજાર રૂપિયા સસ્તું થયું સોનું, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Gold Price Weekly: MCX પર સોના ચાંદીના ભાવ  (Gold-Silver Rates) માં ગત 10 દિવસ દરમિયાન ઘટાડો આવ્યો છે. 16 એપ્રિલના રોજ ગોલ્ડ રેટ લગભગ 74 હજાર પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો હતો. પરંતુ ત્યારબાદ સતત સોનાના ભાવ ઘટી રહ્યા છે.

દાગીના ખરીદનારાઓને મોટી રાહત

1/5
image

લગ્નની સિઝનમાં દાગીના ખરીદનારાઓને મોટી રાહત મળી છે. થોડા દિવસ પહેલાં સોનાના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે. 10 ગ્રામ ગોલ્ડના ભાવ (Gold Rate) 10 દિવસમાં લગભગ 2,500 રૂપિયા સસ્તા થઇ ચૂક્યા છે. શુક્રવારે MCX પર સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ ચાંદીના ભાવમાં 6 રૂપિયા પ્રતિ કિલોએ વધારો થયો છે. હવે એમસીએક્સ પર ચાંદીના ભાવ (Silver Rate) 82,500 રૂપિયા છે. 

2,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું સોનું

2/5
image

MCX  પર સોના ચાંદીના ભાવમાં ગત 10 દિવસમાં દરમિયાન ઘટાડો આવ્યો છે. 16 એપ્રિલના રોજ સોનાના ભાવ લગભગ 74 હજાર પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો હતો. પરંતુ ત્યારબાદથી સતત સોનાના ભાવ ઘટી રહ્યા છે. સોનું હવે 71486 રૂપિયા પર આવી ગયું છે. એવામાં ગોલ્ડના ભાવ લગભગ 2,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે. આ 5 જૂન વાયદાના માટે સોનાના ભાવ છે. 

આટલી સસ્તી થઇ ચાંદી

3/5
image

એ જ રીતે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. 16 એપ્રિલ, 2024ના રોજ, જૂન વાયદા માટે ચાંદીની કિંમત રૂ. 85,000 પ્રતિ કિલોથી વધુ હતી, જ્યારે આજે એમસીએક્સ પર સોનાની કિંમત રૂ. 82,500 પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. એવામાં ચાંદીની કિંમતમાં પણ પ્રતિ કિલો 2500 રૂપિયાનો ઘટાડો થયો છે.

ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ ઘટ્યા સોનાના ભાવ

4/5
image

ગ્લોબલ માર્કેટમાં સોનાની હાજર કિંમત $2,349.60 પ્રતિ ટ્રોય ઔંસ હતી, જે લગભગ $100 પ્રતિ ટ્રોય ઔંસ અથવા $2,448.80 પ્રતિ ટ્રોય ઔંસના સર્વકાલીન ઉચ્ચ સ્તર કરતાં 4 ટકા ઓછી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ઘટાડો છેલ્લા સપ્તાહ દરમિયાન ભારે પ્રોફિટ બુકિંગને કારણે થયો છે.

કેમ ઘટી રહ્યા છે સોનાના ભાવ

5/5
image

ગત દિવસોમાં ઇઝરાયલ-ઇરાન વચ્ચે યુદ્ધ વધવાની આશાંકાથી પીળી ધાતુની કિંમત તેજીથી વધી ગઇ અને 74 હજારની આસપાસ પહોંચી ગયા હતા. પરંતુ જેવી જ યુદ્ધ આશંકાઓ ઓછી થઇ. ત્યારબાદ સતત ઘટાડો શરૂ થયો. તો બીજી તરફ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટની આશા સમાપ્ત થવાને કારણે પણ સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે સોનાની કિંમત 70 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની નજીક પહોંચી શકે છે.