દેવરિયા : બિહારના મુઝફ્ફરપુરની બાલિકા ગૃહની બાળકીઓના યૌન શોષણનો મામલો હજી ઠંડો નથી પડ્યો ત્યાં ઉત્તર પ્રદેશના દેવરિયામાં પણ આવો જ કિસ્સો બન્યો હોવાની માહિતી મળ છે. અહીં ખાનગી બાલિકા ગૃહમાં રહેતેી બાળકીઓએ અનેક ગંભીર આરોપ લગાવ્યા છે. એક છોકરીની ફરિયાદને આધારે પોલીસે રવિવારે રાત્રે રેઇડ કરીને બાલિકા ગૃહમાંથી 24 બાળકીઓને તેમજ મહિલાઓને છોડાવી છે જ્યારે અહીંથી 18 છોકરીઓ ગાયબ હોવાની માહિતી મળી છે. આ મામલામાં પોલીસે બાલિકા ગૃહની સંચાલિકા ગિરિજા ત્રિપાઠી, પતિ મોહન તિવારી અને તેમની દીકરીની ધરપકડ કરી છે. 


મગફળીકાંડમાં પાપ છાપરે ચઢીને પોકાર્યું, ઓડિયો ક્લિપ વાયરલ થતાં ખળભળાટ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાનગી બાલિકા ગૃહથી ભાગીને પોલીસ પાસે પહોંચેલી અંજલિ નામની એક બાળકીએ આરોપ લગાવ્યો છે કે સંસ્થાથી પંદરથી આઠાર વર્ષની છોકરીઓને રાતના અલગઅલગ ગાડીઓમાં બહાર લઈ જવાતી હતી અને બીજા દિવસે આ છોકરીઓ રોતીરોતી પાછી આવતી હતી. અહીં છોકરીઓ પાસે કચરા-પોતાં તેમજ વાસણ સાફ રાખવા જેવા નોકરોના કામ પણ કરાવવામાં આવતા હતા.


અચરજ : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, 100 રૂમવાળા ઘરમાં રહે છે 181 લોકો


જિલ્લા  પ્રોબેશન અધિકારી તેમજ બાળ સંરક્ષણ અધિકારીઓએ અનેકવાર આ બાળકીઓને હેન્ડઓવર કરવાની નોટિસ આપી હતી પણ આમ છતાં ગિરિજા ત્રિપાઠી આ બાળકીઓને હેન્ડઓવર નહોતી કરતી. એસપીએ માહિતી આપી હતી કે અને આશંકા હતી કે આ મામલામાં કંઈ ખોટું છે અને ભાગેલી યુવતીએ ફરિયાદ કરતા અમે કાર્યવાહી હાથ ધરી હતી. મને તો લાગે છે કે કેટલાક એડોપ્શન પણ ખોટી રીતે થયા છે.


આ પણ વાંચો : ચાહકે બ્રૂનાને સેક્સ અંગે પુછ્યો વિચિત્ર સવાલ અને જવાબ પણ મળ્યો ગજબ


એસપીએ માહિતી આપી છે કે આમાં ડીપીઓ તેમજ સંબંધિત વિભાગ તપાસ કરશે. જિલ્લા પ્રોબેશન અધિકારીએ માહિતી આપી છે કે માં વિંધ્યવાસિની મહિલા પ્રશિક્ષણ તેમજ સામાજિક સેવા સંસ્થા હતી અને આ લોકો વિરૂદ્ધ સીબીઆઇ તપાસમાં અનિયમિતતા જોવા મળી છે. 


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...