Covishield બાદ Covaxin ની પણ સાઇડ ઇફેક્ટ્સ આવી સામે, સ્ટડીમાં થયો ખુલાસો!
Covaxin Side Effects: બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં થયેલી એક સ્ટડીમાં કોવેક્સીનની સાઇડ ઇફેક્ટ્સનો ખુલાસો થયો છે. આ સ્ટડી 1024 લોકો પર કરવામાં આવી છે. તેમાં 635 કિશોર અને 391 યુવા સામેલ છે.
નવી દિલ્હી: Covaxin Side Effects: કોરોના દરમિયાન લાગેલી કોવિશીલ્ડ વેક્સીનની સાઇડ ઇફેક્ટ્સની વાત તેને બનાવનારી કંપનીએ સ્વીકારી હતી. પરંતુ હવે કોવેક્સીનથી થનારા નુકસાન પણ સામે આવ્યા છે. એક સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે કોવેક્સીન લગાવનાર 'વિશેષ રસિની પ્રતિકૂળ ઘટનાઓ' (AESI) એક તૃતીયાંશ લોકોમાં જોવા મળી છે. આ વેક્સીનની સાઇડ ઇફેક્ટ્સથી સૌથી વધુ કિશોર યુવતીઓ પ્રભાવિત થઈ છે.
BHU માં થઈ સ્ટડી
ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી કોવેક્સીન પર બનારસ હિન્દુ યુનિવર્સિટીની સંખા શુભ્રા ચક્રવર્તી અને તેની ટીમે સ્ટડી કરી છે. આ રિપોર્ટ સ્પ્રિંગર લિંક (SpringerLink) જર્નલમાં પબ્લિશ થયો છે. સ્ટડીમાં જણાવવામાં આવ્યું કે જે લોકોએ કોવેક્સીનની રસી લગાવી, તેમાં એક વર્ષ સુધી સાઇડ ઇફેક્ટ્સ જોવા મળી હતી.
થાયરોયડનું લેવલ વધ્યું
સ્ટડીમાં તે પણ સામે આવ્યું છે કે કોવેક્સીનને લગાવ્યા બાદ મહિલાઓમાં થાયરોયડની બીમારીનો પ્રભાવ વધ્યો છે. કેટલીક મહિલાઓમાં થાયરોયડનું લેવલ અનેક ગણું વધ્યું છે.
આ પણ વાંચોઃ દેશમાં કયા રાજ્યમાં ક્યારે પહોંચશે ચોમાસું, હવામાન વિભાગે તારીખો સાથે આપી આગાહી
આ સાઇડ ઇફેક્ટ્સ આવી સામે
1024 લોકો (635 કિશોર અને 391 યુવા) પર આ સ્ટડી કરવામાં આવી છે. આ બધાએ રસી લીધી, ત્યારબાદ તેનું એક વર્ષ બાદ ફોલોઅપ ચેકઅપ કરવામાં આવ્યું. આ ચેકઅપમાં સાઇડ ઇફેક્ટ્સ સામે આવી છે.
- 304 કિશોરો એટલે કે આશરે 48% માં 'Viral Upper Respiratory Tract Infection’ જોવા મળ્યો.
- 124 યુવાઓમાં પણ 'Viral Upper Respiratory Tract Infection’ હતું. આ શ્વસન માર્ગ અને ગળા સાથે જોડાયેલી ગંભીર સમસ્યા છે
- 10.5% કિશોરોમાં ન્યૂ-ઓનસેટ સ્કીન એન્ડ સબકુટેનિયસ ડિસઓર્ડર જોવા મળ્યો છે.
- સામાન્ય વિકૃતિઓ એટલે કે સામાન્ય સમસ્યાઓ 10.2% માં જોવા મળી છે.
- નર્વસ સિસ્ટમ ડિસઓર્ડર એટલે કે ચેતા સંબંધિત સમસ્યાઓ 4.7% માં નોંધવામાં આવી છે.
- 8.9% યુવાનોમાં સામાન્ય સમસ્યાઓ જોવા મળી.
- મસ્ક્યુલોસ્કેલેટલ ડિસઓર્ડર એટલે કે સ્નાયુઓ, ચેતા અને સાંધા સંબંધિત સમસ્યાઓ 5.8% માં જોવા મળી હતી.
- નર્વસ સિસ્ટમ સંબંધિત સમસ્યાઓ 5.5% માં જોવા મળી.
- પીરિયડ સંબંધિત સમસ્યાઓ 4.6% મહિલાઓમાં જોવા મળી હતી.
- ઓક્યુલર એટલે કે આંખ સંબંધિત સમસ્યાઓ 2.7% માં જોવા મળી હતી.
- હાઇપોથાઇરોડિઝમ 0.6% માં જોવા મળ્યું હતું.
આ લોકોને ગંભીર સાઇડ ઇફેક્ટ
1% લોકોમાં ગંભીર સાઇડ ઇફેક્ટ જોવા મળી છે. 0.3% (300 માંથી એક વ્યક્તિ) માં સ્ટ્રોકની સમસ્યા જોવા મળી હતી. આ સિવાય 0.1% માં Guillain-Barre Syndrome જોવા મળ્યો હતો.