નવી દિલ્હીઃ હિઝબુલ મુઝાહિદ્દીનના કાશ્મીર કમાન્ડર રિયાઝ નાઇકૂના સફાયા બાદ હિઝબુલે કાશ્મીરમાં પોતાનો નવો કમાન્ડર બનાવ્યો છે. હિઝબુલના આ નવા કમાન્ડરની સાથે વધુ 3 હિઝબુલ આતંકી સુરક્ષાદળોના નિશાના પર છે. જે 10 આતંકીઓનો સફાયો કરવાનો ટાર્ગેટ છે, તેમાં 4 હિઝબુલના, 3 જૈશના આતંકી સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિક્યોરિટી એજન્સીના સૂત્રો પ્રમાણે હવે જે આતંકી નિશાના પર છે તેમાં હિઝબુલનો નવો કમાન્ડર સેફુલ્લા છે. આતંકી સંગઠનમાં તેનું કોડ નામ ગાઝી હૈદર છે. સેફુલ્લા 8 ઓક્ટોબર 2014ના હિઝબુલ મુઝાહિદ્દીનમાં  સામેલ થયો હતો. હિઝબુલનો બીજો આતંકી જે હિટ લિસ્ટમાં છે તેનું નામ મોહમ્મદ અશરફ ખાન ઉર્ફે અશરણ મૌલવી છે જે 9 સપ્ટેમ્બર 2016થી હિઝબુલની સાથે છે. હિઝબુલના વધુ બે આતંકી આ લિસ્ટમાં છે- જુનૈદ સહરાઈ અને અબ્બાસ શેખ.


જૈશ-એ-મોહમ્મદનો આતંકી જાહિદ જરગાર પણ આ લિસ્ટમાં છે જે 2014માં જૈશમાં સામેલ થયો. ફૈઝલ જેણે 2015મા આતંકી સંગઠન જૈશ જોઇન કર્યુ અને સલીમ પૈરે પણ આ લિસ્ટમાં છે. લશ્કરનો આતંકી શકૂર 2015થી એક્ટિવ છે. શકૂરની સાથે લશ્કરનો આતંકી ઔવેસ મલિક પણ હિટ લિસ્ટમાં છે. આ સિવાય વધુ એક આતંકી જો સપ્ટેમ્બર 2016થી ઘાટીમાં સક્રિય છે અલ લોન, તે પણ સુરક્ષા દળોના નિશાના પર છે. 


રવિશંકર પ્રસાદે કર્યો મોટો ખુલાસો, નીરવ મોદીના કાર્યક્રમમાં સામેલ થયા હતાં રાહુલ ગાંધી


ઘાટીમાં સુરક્ષા દળ સતત આતંકીઓ પર શિકંજો કસી રહ્યું છે. બીજીતરફ આતંકી સંગઠનોની અંદર પણ ઘમાસાણ ચાલી રહ્યું છે, જેનો ફાયદો સુરક્ષા દળોને મળી શકે છે. થોડા સમય પહેલાં ઘાટીમાં નવું આતંકી સંગઠન ધ રજીસ્ટેન્સ ફ્રંટ (ટીઆરએફ) સામે આવ્યું છે. સુરક્ષાદળોનું માનવું છે કે ટીઆરએફ પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તયૈબાનું ફ્રંટ છે. ટીઆરએફ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. ટીઆરએફે નિવેદન જારી કરી હિઝબુલને ધમકાવ્યું હતું. રિયાઝ નાઇકૂની સાથે જે આતંકી માર્યો ગયો તેની છેલ્લી ઓડિયો ક્લિપ પણ સામે આવી જેમાં તે ટીઆરએફ પર આરોપ લગાવી રહ્યો છે કે ટીઆરએફે તેના વિશે સૂચના આપી હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube