New Driving Rules:  1 જૂનની શરૂઆત સાથે જ ઘણા નિયમો લાગૂ થઇ ગયા છે તો ઘણા જૂના બદલાઇ ગયા છે. જો તમે રસ્તા પર ગાડી લઇને નિકળી રહ્યા છો તો તમે આજથી ટ્રાફિક નિયમમાં થનાર ફેરફાર વિશે જરૂર જાણી લો. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે 1 જૂનથી ડ્રાવિંગ લાઇસન્સ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કર્યો છે. 1 જૂન 2024થી ડ્રાઇવિંગ લાઇસન્સનો નવો નિયમ લાગો થઇ ગયો છે. તો બીજી જો ભૂલ થઇ તો 25000 સુધીનું ચલણ કપાઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે (MoRTH) 1 જૂન (આજથી) થી ટ્રાફિકના નવા નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 1 જૂનથી તમારે ડ્રાઇવિંગ લાયસન્સ માટે RTO જવાની જરૂર નહીં પડે. તમે ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈને તમારું DL પણ મેળવી શકો છો, નવા નિયમ હેઠળ RTOમાં જઈને ટેસ્ટ આપવાની જરૂર નથી. તમે અધિકૃત ખાનગી ડ્રાઇવિંગ સંસ્થામાંથી ડ્રાઇવિંગ ટેસ્ટ પણ પાસ કરી શકો છો. નવો નિયમ લાગૂ થતાં RTO માં લાગનાર લાંબી લાઇનોમાંથી આઝાદી મળી જશે. ડ્રાઇવિંગ ટેસ્ટ બાદ સેન્ટર તમને સર્ટિફિકેટ ઇશ્યૂ કરશે, જેનો ઉપયોગ કરી તમે આરટીઓમાં લાઇસન્સ માટે અરજી કરી શકશો. 


Gautam Adani ની આવકમાં 4,54,73,57,37,500 રૂપિયાનો વધારો, અંબાણીને પછાડી જીત્યો તાજ


ફીમાં પણ ફેરફાર 
કેન્દ્ર સરકારે 1 જૂનથી ડ્રાઇવિંગ લાઇસન્સને અરજી અને રિન્યૂ માટે સંબંધિત ચાર્જમાં પણ ફેરફાર કર્યા છે. નવા નિયમ અંતગર્ત પરમાનેન્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા લર્નિંગ લાઇસન્સ પ્રાપ્ત કરવા અથવા ફરી રિન્યૂ કરવા મઍટે 200 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. 


Shubman Gill: સારા નહી આ છોકરી બનશે શુભમન ગિલની દુલ્હન? ડિસેમ્બરમાં કરશે લગ્ન!


ભૂલ થઇ તો ચાર્જ લાગશે 25000 નો દંડ
ફાસ્ટ ગાડી ચલાવનારાઓને હવે સંભાળવાની જરૂર છે. જો તમે નક્કી લિમિટથી વધુ ફાસ્ટ ગાડી ચલાવતાં પકડાયા તો 1000 થી 2000 રૂપિયાનો દંડ લાગશે. તો બીજી તરફ 1 જૂન (આજથી) થી 18 વર્ષથી નાની ઉંમરવાળા કિશોરને ગાડી ચલાવવા પર તેની પાસેથી મોટો દંડ વસૂલવામાં આવશે. જો કિશોર ગાડી ચલાવતાં પકડાય છે તો તેને 25,000 રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડશે. રોડ અકસ્માતને રોકવા માટે આ પહેલ શરૂ કરવામાં આવી છે. એટલું જ નહી 25 વર્સઃ સુધી તેનું લાઇસન્સ રિન્યૂ કરવામાં આવશે નહી. તો બીજી તરફ કિશોરના માતા પિતા અને વાહન માલિક વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ગાડીનું રજિસ્ટ્રેશન સુધી રદ કરવામાં આવી શકે છે. 


New Rules: કામના સમાચાર, આધારથી માંડીને ડ્રાઇવિંગ લાઇસન્સ સુધી આજથી બદલાઇ ગયા નિયમો