સુભાષ રોશિવાલ, જયપુર/દિલ્હી : સ્વયંભૂ બાબા દાતી મહારાજ વિરૂદ્ધ રેપનો કેસ દાખલ થયા પછી આલાવાસ ખાતે આવેલા તેમના ગુરુકુળથી લગભગ 600 છોકરીઓ ગાયબ છે અને અહીં માત્ર 100 છોકરીઓ જ હાજર છે. હાલમાં દાતી મહારાજ મીડિયાકર્મી સામે દાવા પ્રમાણે આશ્રમમાં 700 છોકરીઓ છે. મળતી માહિતી પ્રમાણે લગભગ 600 છોકરીઓ દાતી મહારાજ અને એના લોકોથી ડરીને ભાગીને પોતાના ઘરે જતી રહી છે. હાલમાં પોલીસ ગુરુકુળથી ગાયબ થયેલી છોકરીઓની તપાસ કરવામાં લાગેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

JK: હવે આતંકીઓને મળશે જડબાતોડ જવાબ, સરકારનું એલાન-સિઝફાયર ખતમ, સુરક્ષાદળો શરૂ કરો ઓપરેશન


હાલમાં દિલ્હી પોલીસની એદ ટીમ શિષ્યા સાથે રેપ કરવાના આરોપી સ્વયંભૂ બાબા દાતી મહારાજના રાજસ્થાન સ્થિત એક આશ્રમમાં ગઈ હતી. એક જિલ્લા પોલીસ અધિકારીએ માહિતી આપી છે કે ટીમ સાથે રેપ પીડિતા પણ હતી. ટીમને દાતી મહારાજ પાલી સ્થિત આશ્રમમાં નહોતા મળ્યા. ટીમે પીડિતાના આરોપોની પુષ્ટિ કરવા માટે આશ્રમનું નિરીક્ષણ કર્યું. 


ગયા રવિવારે દાતી મહારાજની શિષ્યાએ દક્ષિણ દિલ્હીમાં ફતેહપુર બેરી પોલીસ થાણામાં દાતી મહારાજ વિરૂદ્ધ એક ફરિયાદ કરી હતી. આ મામલાને પછી ક્રાઇમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરી દેવામાં આ્વ્યો હતો. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે દાતી મહારાજે દિલ્હી અને રાજસ્થાન સ્થિત આશ્રમમાં તેનું યૌન ઉત્પીડન કર્યું હતું. પીડિતાએ આ મામલામાં દાતી મહારાજ સિવાય બીજા બે પુરુષ શિષ્યોના નામ પણ લીધા છે. આ મહિલા એક દાયકાથી દાતી મહારાજની શિષ્યા હતી પણ બળાત્કારની ઘટના પછી તે પોતાના ઘરે પરત ફરી ગઈ છે. દિલ્હી મહિલા આયોગે હાલમાં દાતી મહારાજની ધરપકડ કરવાની માગણી કરી હતી. આ પહેલાં દિલ્હી પોલીસે દાતી મહારાજ વિરૂદ્ધ એક લુકઆઉટ સરક્યુલર જાહેર કર્યો હતો જેથી તે આ દેશ છોડીને જઈ ન શકે. 


દેશના સમાચાર જાણવા કરો ક્લિક...