Corona Case Update: દેશમાં ફરી એકવાર કોરોના વાયરસી ગતી વધી રહી છે. કોરોનાના વધતા કેસને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, દિલ્હી, તેલંગાણા અને તમિલનાડુના સ્વાસ્થ્ય સચિવોને પત્ર લખ્યો છે. દિલ્હીમાં શુક્રવારના 2 હજારથી વધુ કેસ આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં શુક્રવારના 1 હજારથી વધુ કેસ સામે આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાસ્થ્ય મંત્રાલયે લખ્યો પત્ર
સ્વાસ્થ્ય મંત્રાલયે તેમના પત્રમાં આ રાજ્યોને સૂચના આપી છે કે તમામ ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી અને કોરોનાના વધતા કેસને લઇને બરોબર નજર રાખવામાં આવે જેથી સંક્રમણને ફેલાવતા રોકી શકાય. આ રાજ્યોને પત્ર લખી કેન્દ્રએ સૂચના આપી છે કે કઈ રીતે આ રાજ્યોમાં કોરોના કેસને કંટ્રોલ કરવાના છે. કેન્દ્રએ આ રાજ્યોને કહ્યું કે, છેલ્લા ઘણા દિવસોમાં અહીં કોરોના સંક્રમણના કેસ અને પોઝિટિવિટી રેટમાં વધારો જોવા મળી રહ્યો છે. તેથી આ રાજ્યોએ તાત્કાલીક પગલા લેવા જરૂરી છે.


હાથકડી પહેરાવી પોલીસે જેઠાલાલની કરી ધરપકડ, છેલ્લી ઘડીએ આ શખ્સે બચાવ્યો જીવ


કોરોનાની ગતીએ વધારી ચિંતા
દિલ્હામાં 5 ઓગસ્ટના રિપોર્ટ થયેલા 2202 કોરોના કેસનો અહેવાલ આપતા પત્રમાં ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું કે દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસથી 811 કેસ દરરોજના હિસાબથી નોંધાઈ રહ્યા છે. દિલ્હીમાં બે અઠવાડિયામાં દૈનિક સરેરાશ કેસોમાં પણ વધારો થયો છે. અહીં 29 જુલાઈના પુરા થયેલા અઠવાડિયામાં 802 કેસ દૈનિક સરેરાશ હતા. ત્યારે 5 ઓગસ્ટના પુરા થયેલા અઠવાડિયામાં તે સરેરાશ 1492 થઈ ગયા છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ પણ 5.90 થી વધીને 9.86 ટકા થઈ ગયો છે.


શું કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા હોકી ટીમ સાથે થઈ બેઈમાની? કોચે આપ્યો ચોંકાવનારો જવાબ


24 કલાકમાં 19 હજારથી વધુ કેસ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 19,406 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 49 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ આંકડામાં કેરળમાં 11 લોકોના મોત જુના જોડવામાં આવ્યા છે. 19,928 લોકો સંક્રમણથી સાજા થયા છે. આ સમયે ભારતમાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા 1,34,793 છે. આંકડાઓ અનુસાર, અત્યાર સુધીમાં 4,34,65,552 લોકોને કોરોનાની સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારે, દેશમાં અત્યાર સુધી કોરોનાના સંક્રમણને કારણે 5,26,649 દર્દીઓના મોત થયા છે. ડેલી પોઝિટિવિટી રેટ 4.95 ટકા જણાવવામાં આવ્યો છે.


'તારક મહેતા'નો ટપ્પુ પડ્યો આ છોકરીના પ્રેમમાં, જાણો રાજ અનડકટ કોના પ્રેમમાં પાગલ


કેન્દ્રએ રાજ્યોને એલર્ટ રહેવા કહ્યું
દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ કેરળમાં આવ્યા છે. કેરળમાં 12,344 દર્દીઓ એક્ટિવ છે, જ્યારે બીજા નંબર પર મહારાષ્ટ્રમાં 12,077 કેસ એક્ટિવ જણાવવામાં આવી રહ્યા છે. એક્ટિવ દર્દીઓ મામલે કર્ણાટક ત્રીજા સ્થાન પર છે જ્યાં 11,067 દર્દીઓની સારવાર ચાલી રહી છે. ત્યારબાદ તમિલનાડુમાં આ સંખ્યા 10,987 અને પંજાબમાં 10,858 છે. આગામી સમયમાં ઉત્તર ભારતમાં રક્ષાબંધન સાથે તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે. સરકારે તેને ધ્યાનમાં રાખી રાજ્યોને એલર્ટ રહેવા કહ્યું છે. દુનિયાભરમાં કોરોના આવ્યા બાદથી ભારત કુલ કેસના મામલે અમેરિકા બાદ બીજા નંબર પર છે અને કુલ મોતના મામલે અમેરિકા અને બ્રાઝિલ બાદ ત્રીજા નંબર પર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube