India vs Australia: શું કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા હોકી ટીમ સાથે થઈ બેઈમાની? કોચે આપ્યો ચોંકાવનારો જવાબ

India vs Australia Hockey: ભારતીય મહિલા હોકી ટીમને કોમનવેલ્થ ગેમ્સની સેમીફાઈનલમાં 3-0 થી હારનો સામનો કરવો પડ્યો. મેચ હારવાનું ભારતીય મહિલા હોકી ટીમના કોચે કારણ જણાવ્યું છે.

India vs Australia: શું કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા હોકી ટીમ સાથે થઈ બેઈમાની? કોચે આપ્યો ચોંકાવનારો જવાબ

India vs Australia Hockey: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા હોકી ટીમને ઓસ્ટ્રેલિયા સામે સેમીફાઈનલમાં વિવાદાસ્પદ હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, ત્યારબાદ નેશનલ ટીમના કોચ યાનેક શોપમેને કહ્યું કે, ઘડિયાળની ખામીને કારણે ખેલાડીઓએ તેમની એકાગ્રતા ગુમાવી હતી અને તેનાથી તેઓ ઘણી નિરાશ અને ગુસ્સામાં હતી. ઓસ્ટ્રેલિયાએ પેનલ્ટી શૂટઆઉટમાં ભારતને વિવાદાસ્પદ રીતે 3-0 થી હરાવ્યું. ગોલ્ડ મેડલ મેચમાં તેમનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે.

ભારતની હાર
ભારતે આખી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ મહત્વની તક ભારત ચૂકી ગયું. પેનલ્ટી શૂટઆઉટ દરમિયાન પોતાનો પહેલો પ્રયાસ ચૂકનાર ઓસ્ટ્રેલિયાની રોઝી મેલોનને બીજી તક આપવામાં આવી કેમ કે, તે દરમિયાન સ્કોર બોર્ડ પર આઠ સેકન્ડની ઉંઘી ગણતરી શરૂ થઈ ન હતી. મેલોનને બીજી તક મળતા તેણે ગોલ કર્યો અને પોતાની ટીમની લીડ વધારી. ઇંગ્લેન્ડના તકનીકી અધિકારી બી મોર્ગનના આ નિર્ણયથી ભારતીય પ્રશંસકો ગુસ્સામાં હતા.

ભારતીય ટીમે ગુમાવી એકાગ્રતા
દરેક ખેલાડીને શૂટઆઉટમાં ગોલ કરવા માટે આઠ સેકન્ડનો સમય મળે છે. મેલોનને ફરી તક મળતા ભારતીય ખેલાડીઓએ પોતાની એકાગ્રતા ગુમાવી હતી અને તેઓ પોતાના પહેલા ત્રણ પ્રયાસમાં ગોલ કરવામાં નિષ્ફળ રહી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ તેમના તમામ પ્રયાસમાં ગોલ કર્યા. શોપમેને મેચ બાદ કહ્યું, આ ઘટનામાં અમે થોડી એકાગ્રતા ગુમાવી હતી. આ નિર્ણયથી અમે બધા નિરાશ હતા.

– India captain Savita Punia, nearly in tears, with a classy take.#CWG2022 #Hockey #hockeyindia #INDvsAUS #CWG2022India #CommonwealthGames2022 pic.twitter.com/kdFVMKsUpW

— Madhav Singh 💙 (@Send4Singh) August 5, 2022

હોકી ટીમના કોચનું નિવેદન
તેમણે કહ્યું કે, હું તેને બહાના તરીકે ઉપયોગ નથી કરી રહી, પરંતુ જ્યારે તમે શૂટઆઉટમાં બચાવ કરો છો તો તેનાથી તમારું મનોબળ વધે છે. આપણા ખેલાડીઓ આ નિર્ણયથી ખરેખરમાં ઘણા નિરાશ હતા. તેમણે ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું- અધિકારીએ હાથ ઉપર ઉઠાવી રાખ્યો હતો પરંતુ હકીકતમાં મને ખબર ન હતી અને ઇંગ્લેન્ડના બંને એમ્પાયર એ ચર્ચ અને એચ હૈરિસનને પણ ખબર ન હતી. તેથી હું નિરાશ હતી કેમ કે એમ્પાયરે કહ્યું કે, આ શોટ ફરીથી રમાશે.

ખેલાડીઓને શાંત રાખવાનો કર્યો પ્રયાસ
શોપમેને કહ્યું- મેં ખેલાડીઓને શાંત રાખવાનો પ્રયાસ કર્યો. આ બરાબરીનો મુકાબલો હતો પરંતુ આ ઘટના બાદ તેમની એકાગ્રતા ભંગ થઈ ગઈ. બંને ટીમ નિયમિત સમય સુધી 1-1 થી બરાબરી પર હતી, પરંતુ જે બાદ પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવામાં આવ્યો.

ભાગ્યએ ન આપ્યો સાથ
તેમણે કહ્યું, શૂટઆઉટમાં ભાગ્યે અમારો સાથ આપ્યો નહીં. અમે પહેલો ગોલ બચાવી લીધો હતો પરંતુ અમને જણાવવામાં આવ્યું કે, હજુ ઘડીયાળ શરૂ થઈ ન હતી. સવિતાએ કહ્યું, તેણે નિશ્ચિતરૂપથી ખેલાડીઓની મનોસ્થિતિ પર પ્રભાવ પાડ્યો પરંતુ અમને અમારી કોચે જણાવ્યું કે આ બધુ રમતનો ભાગ છે અને આપણે વાપસીનો પ્રયાસ કરવો જોઇએ. ભારતે રવિવારના બ્રોન્ઝ મેડલ મેચમાં ન્યુઝીલેન્ડનો સામનો કરવો પડશે.
(ઇનપુટ: ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news