નવી દિલ્હી/ દેહરાદૂન: પહોડીમાં પડી રહેલા વરસાદથી જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે અને ફરી એકવાર ઉત્તરાખંડના કેટલાક જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગત થોડા દિવસોથી પડી રહેલા વરસાદથી સ્થાનિક લોકોને મુસિબતનો સામનો કરવો પડી રહ્યો છે અને ફરી એકવાર અહીં હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લામાં એલર્ટ જાહેર કરી દીધું છે. હવામાન વિભાગના અનુસાર દેહરાદૂન, પૌડી, ટિહરી, ચમોલી, નૈનીતાલ, બાગેશ્વર, ચંપાવત અને પિથૌરાગઢમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદનું અનુમાન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરસાદે ઉત્તરાખંડના પહાડોથી માંડીને મેદાનો સુધી મુશ્કેલી ઉભી કરી છે, એકતરફ પહાડો પર વરસાદે ભૂસ્ખલનની ઘટનાઓને પુન:જીવિત કરી તમામ માર્ગોને બાધિત કરી દીધા છે તો બીજી તરફ રાજધાની દેહરાદૂનમાં સુકી નદીઓમાં નીરની આવક શરૂ થઇ ગઇ છે. ભારે વરસાદના લીધે દેહરાદૂનમાં 7 લોકોના મોત નિપજ્યા છે.

VIDEO : 18 વર્ષની હિમાએ તોડ્યો પીટી ઉષા અને મિલ્ખા સિંહનો રેકોર્ડ


ફક્ત રાજધાની દેહરાદૂન જ નહી પરંતુ પ્રદેશના મોટાભાગના પહાડી વિસ્તારો આ પ્રકોપનો સામનો કરી રહ્યા છે. કેદારનાથના લિનચોલીમાં પગદંડી તૂટવાના લીધે એસડીઆરએફે તમામ મુસાફરોને જીવના જોખવે રસ્તો પાર કરાવ્યો. ખરાબ હવામાનના લીધે માનસરોવર યાત્રાની સાતમી ટુકડીના સભ્યો પિથૌરગઢથી આગળ વધી શકી નથી. તેમને ગુંજી લઇ જનાર હેલિકોપ્ટર ઉડાન ભરી શક્યું નથી. 

આજે પુત્રી મરિયમની સાથે પાકિસ્તાન પરત ફરશે નવાજ શરીફ, એરપોર્ટ થશે ધરપકડ


કુમાઉંમાં પણ વરસાદે પોતાનું રૌદ્વ સ્વરૂપ બતાવ્યું છે. પિથૌરગઢ અને બાગેશ્વર જિલ્લામાં ભારે વરસાદે તબાહી મચાવી છે. પિથૌરગઢમાં પણ વરસાદથી જન-જીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે. આકાશમાંથી વરસનાર આ આફતથી જિલ્લાની નાચનીમાં રામ-ગંગા નદી પોતાના ઉંચ સ્તર પર આવી ગઇ છે. નદીના વધતા જતા જળસ્તરથી રામગંગા પુલ વહી ગયો છે. તો બીજી તરફ બાગેશ્વર જિલ્લાના કપકોટ બ્લોકની સીમાને અડીને આવેલા તલ્લા જોહારમાં વરસાદના લીધે રોડ પર કાટમાળ પથરાઇ ગયો છે. નાચની બજેલા ગામ પાસે એક પુલ વહી ગયો, જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.