નવી દિલ્હી : રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ખુંખાર આતંકવાદી સંગઠન ઇસ્લામીક સ્ટેટથી પ્રભાવિત એક ગ્રુપના સભ્યને દિલ્હીથી ધરપકડ કરી છે. કહેવાઇ રહ્યું છે કે, આ વ્યક્તિ દિલ્હી સહીત સમગ્ર ઉતરભારતમાં નેતાઓ અને સરકારી સંસ્થાઓને નિશાન બનાવતા આત્મઘાતી હુમલો અને સીરિયલ વિસ્ફોટની ફિરાકમાં હતા. એનઆઇએનાં પ્રવક્તાએ જણાવ્યું કે, અમરોહાનાં મોહમ્મદ ગુફરાને પૂર્વમાં ધરપકડ કરાયેલા આરોપીઓનાં સહયોગથી આઇએસઆઇએસથી પ્રેરિત આતંકવાદી સંગઠન હરકત ઉલ હર્બ એ ઇસ્લામની સ્થાપના કરી. આ ઉપરાંત હૈદરાબાદ અને વર્ધામાં પણ દરોડા દરમિયાન 4 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર જોઇને મારા પછાતપણાનું સર્ટિફિકેટ વહેંચી રહ્યા છે માયાવતી: PMનો જવાબ

આ લોકોએ આ આતંકવાદી સંગઠનને ભારત સરકારની વિરુદ્ધ યુદ્ધ કરવાનાં ઇરાદાથી ઉભું હતું. આ મુદ્દે ધરપકડ કરવામાં આવેલો 13 વ્યક્તિ છે. અધિકારીઓએ કહ્યું કે, દિલ્હી એનસીઆર અને ઉત્તરપ્રદેશમાં આતંકવાદી હુમલાનું કાવત્રુ રચનારા આતંકવાદીઓમાંથી ગુફરાન પ્રમુખ હતા. આ સંગઠન પર સરકારે બિનકાયદેસર ગતિવિધિઓ અટકાવવાના અધિનિયમ હેઠળ કેસ પ્રતિબંધ લગાવેલો છે. એનઆઇએનાં અધિકારીઓનાં અનુસાર  ગુફરાનને રવિવારે પટિયાલા હાઉસ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે. 


હિંદુત્વ શબ્દ મારી ડિક્શનરીમાં જ નથી: દિગ્વિજય સિંહનો બફાટ
હું ખુબ જ ગભરાયેલો છું, મોદી ક્યારે શું કરશે કોઇ જાણતું નથી: શરદ પવાર
એનઆઇએનાં અધિકારીએ જણાવ્યું કે, તપાસમાં ખુલાસો થયો છે કે ગુફરાન હથિયારો અને દારુગોળો તૈયાર કરવામાં નિષ્ણાંત હતો. તે ઉપરાંત તે દિલ્હી, એનસીઆર અને યુપીમાં આતંકવાદી હુમલા માટે વિસ્ફોટક એકત્ર કરવાના પણ પ્રયાસો કરી રહ્યો હતો. ગુફરાનની ધરપકડ સાથે જ આ સમગ્ર કાવત્રાનાં આરોપમાં એનઆઇએએ અમરોહાથી જ એક મૌલવી સહિત અત્યાર સુધી 13 લોકોની ધરપકડ કરી છે. 


લાલુ યાદવને મારવા માંગે છે ભાજપ: રાબડી દેવીનો ચોંકાવનારો આરોપ

હૈદરાબાદ, વર્ધામાં દરોડા 4ની અટકાયત
એનઆઇએએ ઇસ્લામીક સ્ટેટ મોડ્યુલથી જોડાયલા એક કેસમાં શનિવારે હૈદરાબાદમાં ત્રણ સ્થળ પર અને મહારાષ્ટ્રનાં વર્ધામાં દરોડા પાડ્યા. આ દરમિયાન એનઆઇએનાં 4 લોકોની અટકાયત કરવામાં આવી છે. પુરતી માહિતીનાં આધારે એનઆઇએએ 2016નાં આબુધાબી મોડ્યુલ મુદ્દે તપાસ હેઠળ દરોડા પાડ્યા અને ચાર શંકાસ્પદોની અટકાયત કરી તેમની પાસેની અનેક ડિજિટલ ઉપકરણ અને અન્ય દસ્તાવેજ જપ્ત કર્યા. આ લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે.