નવી દિલ્હીઃ રાજનાધી દિલ્હીની એક વિશેષ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. ભારતમાં આઈએસઆઈએસ (ISIS)ની શાખા ખોલવા અને યુવાઓને છેતરીને તેમાં સામેલ કરવાના આરોપમાં આતંકી સંગઠન આઈએસઆઈએસ (ISIS) સાથે જોડાયેલા 15 આતંકીઓને સજા ફટકારી છે. કોર્ટે દોષિતોને 10 વર્ષ, 7 વર્ષ અને 5 વર્ષની જેલ સિવાય દંડની સજા ફટકારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં ફેલાવી રહ્યાં હતા નેટવર્ક
આ બધા ભારતમાં પોતાનો આધાર બનાવવા તથા આતંકી ઘટનાને અંજામ આપવા માટે સોશિયલ મીડિયા દ્વારા મુસ્લિમ યુવાઓની ભરતી કરવાના ગુનાહિત ષડયંત્રમાં દોષિ સાબિત થયા છે. વિશેષ ન્યાયાધીશ પ્રવીન સિંહે નસીફ ખાનને 10 વર્ષની જેલની સજા ફટકારી છે જ્યારે ત્રણ દોષિતોને સાત વર્ષની કેદ અને એક વ્યક્તિને છ વર્ષની કેદની સજા ફટકારી છે. આ સિવાય એનઆઈએ (National Investigation Agency)  સ્પેશિયલ કોર્ટે 30 હજારથી લઈને 1 લાખ 30 હજાર સુધીનો દંડ ફટકાર્યો છે. 


2015મા દાખલ કરવામાં આવ્યો હતો કેસ
એનઆઈએના એક ઉચ્ચ અધિકારી પ્રમાણે આ મામલો વર્ષ 2015મા વિભિન્ન ગુનાહિત કલમો હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલામાં આરો હતો કે કેટલાક લોકો આતંકી સંગઠન આઈએસઆઈએસના ઇશારા પર ભારતમાં તેનું એક સહયોગી સંગઠન તૈયાર કરી રહ્યાં છે. જેનું નામ જુનેદ ઉલ ખલીફા રાખવામાં આવ્યું અને તેના સંચાલકો ભોળા યુવકોને છેતરી સોશિયલ મીડિયા વેબસાઇટ દ્વારા આતંકી બનાવવા અને ભરતી કરવાનું કામ કરી રહ્યાં હતા. 


19 લોકોની થઈ હતી ધરપકડ
સૂચનાના આધાર પર કાર્યવાહી કરતા એનઆઈએએ આ મામલામાં કુલ 19 લોકોની ધરપકડ કરી હતી અને તે પણ જાણવા મળ્યું કે, આ સંગઠનના ભારતમાં આઈએસઆઈએસની મુખ્ય વ્યક્તિ ગણાતો યૂસુફ અલ હિંદી ફર્ફે અરમાન ઉર્ફે અનજાન ભાઈના ઈશારા પર આ કામ કરી રહ્યાં હતા આ વ્યક્તિ આઈએસઆઈએસના મીડિયા પ્રમુખ ગણાવવામાં આવી રહ્યો હતો. 


કોરોના વેક્સિનઃ સૌથી પહેલા આ 30 કરોડ ભારતીયોને રસી આપવામાં આવશે, સરકાર બનાવી રહી છે યાદી  


મિડલ ઇસ્ટ સુધી પહોંચી ચુક્યા હતા યુવા
એનઆઈના ઉચ્ચ અધિકારી પ્રમાણે આ લોકોની ધરપકડ બાદ આ સંગઠનને ફેલાવવું અને આતંકી ઘટનાઓ ન થાય તેના પર પ્રતિબંધ લગાવી શકાયો. કારણ કે આ સંગઠનમાં ઘણા એવા લોકો પણ જોડાઇ રહ્યાં હતા જે ધર્મના નામ પર આતંક મચાવવા ઈચ્છતા હતા. આ લોકોની ધરપકડ બાદ અનેક એવા લોકોની માહિતી મળી જે આઈએસઆીએસમાં સામેલ થવા માટે મિડલ ઈસ્ટ દેશોમાં પહોંચી ચુક્યા હતા પરંતુ આ મામલાની તપાસના ખુલાસા દરમિયાન તેમાંથી અનેક લોકોને ઝડપી લેવામાં આવ્યા અને પરત ભારત લાવવામાં આવ્યા હતા. 


કોર્ટે ફટકારી સજા
દોષિતોના વકીલ કૌસર ખાને કહ્યુ કે, કોર્ટે અન્ય આઠ દોષિતોને પાંચ વર્ષની સજા ફટકારી છે. તેમણે કહ્યું કે અબુ અનસ, મુફ્તી અબ્દુલ સમી કાસમી અને મુદબ્બિર શેખને સાત વર્ષની જ્યારે અમજદ ખાનને છ વર્ષની સજા ફટકારી છે. તો અબ્દુલ્લા ખાન, નઝમુલ હુદા, મોહમ્મદ અફઝલ, સુહૈલ અહમદ, મોહમ્મદ અલીમ, મોઇનુદ્દીન ખાન, આસિફ અલી અને સૈય્યદ મુઝાહિદને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube