વારાણસી: NIA એ રવિવારે ઉત્તર પ્રદેશના ચંદૌલી અને વારાણસીમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના એક એજન્ટના ઘરે રેડ પાડી હતી. મોહમંદ રાશિદ નામના એક એજન્ટને યૂપી એટીએસએ જાન્યુઆરી 2020માં પકડ્યો હતો. મોહમંદ રાશિદ પર દેશમાં સીઆરપીએફના ઠેકાણાઓ પર જાસૂસી અને સામરિક રીતે મહત્વપૂર્ણ જાણકારી પાકિસ્તાનમાં બેઠેલા હેડલર્સને મોકલવાનો આરોપ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વારાણસી અને ચંદૌલીમાં પાડી રેડ
NIA ની ટીમએ મોહમંદ રાશિદના ચંદૌલી અને વારાણસી સ્થિત ઘરે રેડ પાડી હતી. તલાશી દરમિયાન રાશિદના ઘરેથી મોબાઇલ ફોન અને કેટલાક આપત્તિજનક દસ્તાવેજ પણ મળી આવ્યા છે. રાશિદની સાથે પૂછપરછ ચાલુ છે.  NIA આ દસ્તાવેજો અને મોબાઇલના આધારે જાણકારી એકઠી કરી રહી છે. તે પ્રકારે કેટલાક વધુ લોકો પણ ISI માટે જાસૂસી તો સામેલ તો નથી ને.


પાકિસ્તાનમાં ટ્રેનિંગ લઇ ચૂક્યો છે રાશિદ
રાશિદને 19 જાન્યુઆરીની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે રાશિદ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના હેન્ડલર્સના સીધા સંપર્કમાં હતો. રાશિદ ભારતમાં રહીને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી  ISI માટે જાસૂસી કરતો હતો. જાસૂસીની ટ્રેનિંગ લેવા માટે તે વખત પાકિસ્તાન જઇ ચૂક્યો છે. તેના દ્વારા આપવામાં આવેલા ભારતના નંબર પરથી વોટ્સએપ એકાઉન્ટ ચલાવી રહ્યો હતો. રાશિદ તેમને ભારતના સંવેદનશીલ અને રણનીતિક મહત્વપૂર્ણ જાણકારી અને ફોટો મોકલતો હતો. યૂપી એટીએસએ તેને પકડી પાડ્યો હતો. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube