પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI નું ગુજરાત કનેક્શન, ગુપ્ત જાણકારી મોકલનાર ઝડપાયો
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ શુક્રવારે કહ્યું કે તેમની એક ટીમે ગુજરાતમાં એક શંકાસ્પદના ઘરે તલાશી લીધી હતી, જેને પાકિસ્તાન (Pakistan)ના જાસૂસને 5,000 રૂપિયા પેટીએમ કર્યા હતા. એનઆઇએના પ્રવક્તાએ જણાવ્યું કે એજન્સીએ ગુરૂવારે ગુજરાતના કચ્છ જિલ્લાના રજકભાઇ કુંભારના ઘરની તલાશી લીધી.
નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ શુક્રવારે કહ્યું કે તેમની એક ટીમે ગુજરાતમાં એક શંકાસ્પદના ઘરે તલાશી લીધી હતી, જેને પાકિસ્તાન (Pakistan)ના જાસૂસને 5,000 રૂપિયા પેટીએમ કર્યા હતા. એનઆઇએના પ્રવક્તાએ જણાવ્યું કે એજન્સીએ ગુરૂવારે ગુજરાતના કચ્છ જિલ્લાના રજકભાઇ કુંભારના ઘરની તલાશી લીધી.
તમને જણાવી દઇએ કે આ કેસ ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લાના નિવાસી મોહમંદ રાશિદની ધરપકડ સંબંધિત છે. એનઆઇએ આ વર્ષે 6 એપ્રિલના રોજ મોહમંદ રાશિદના વિરૂદ્ધ આઇપીએસી અને ગેરકાયદેસર પ્રવૃતિ સહિત અલગ અલગ કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો.
એનઆઇએના પ્રવક્તાએ કહ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી રાશિદ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના અધિકારીઓના સંપર્કમાં હતો અને તે બે વખત પાકિસ્તાનની મુલાકાત લઇ ચૂક્યો છે.
આરોપી રાશિદે ભારતમાં કેટલાક સંવેદનશીલ અને રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સ્થળોની તસવીરો અને સશસ્ત્ર બળોના અવરજવરની ગુપ્ત જાણકારી આઇએસઆઇ સાથે શેર કરી હતી.
એનઆઇએના પ્રવક્તાએ આગળ કહ્યું કે તપાસ દ્વારા જાણવા મળ્યું છે રજકભાઇ કુંભારે રિઝવાનના ખાતામાં 5,000 રૂપિયા ટ્રાંસફર કર્યા હતા. ત્યારબાદ રશિદને મોકલવામાં આવ્યો. આરોપી રાશિદ અને રજકભાઇ કુંભાર આઇએસઆઇ એજન્ટોના નિર્દેશ પર તેમને જાણકારી આપતા હતા. રજકભાઇ કુંભારના ઘરે તલાશી દરમિયાન એનઆઇએના હાથ સંદિગ્ધ કાગળિયા પણ મળી આવ્યા હતા, જેને અત્યારે જપ્ત કરવામાં આવ્યા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube