નવી દિલ્હી: ઓમિક્રોનના વધતા જતા કેસ દરેક રાજ્યની ચિંતામાં સતત વધારો કરી રહ્યા છે. જો કે, તેનો સામનો કરવા માટે તમામ રાજ્યો પોતાના સ્તર પર નિયંત્રણો પણ લાદી રહ્યા છે. બગડતી પરિસ્થિતિને જોતા દિલ્હીમાં પણ નાઇટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. આ રાત્રિ કર્ફ્યુ 27 ડિસેમ્બરથી લાગુ થશે. આ રાત્રિ કર્ફ્યુ રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે. મધ્યપ્રદેશ, હરિયાણા, ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને પુડુચેરીની સરકારોએ કોરોનાના સતત વધી રહેલા કેસ વચ્ચે નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી દીધી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂ નહીં બગાડી શકે તમારી 31st પાર્ટીની મજા, ઘરે રહી કરો આ કામ


કોરોના કેસમાં વધારો
રાત્રિ કર્ફ્યુ દરમિયાન ફક્ત એસેંશિયલ વર્કર્સને જ ઘરની બહાર જવાની મંજૂરી આપવામાં આવશે. આ સિવાય સ્વાસ્થ્ય સંબંધિત ઈમરજન્સી કેસમાં પણ લોકો મુસાફરી કરી શકે છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 290 કોરોના કેસ નોંધાયા છે અને 1 દર્દીનું મોત થયું છે, જ્યારે સંક્રમનો દર 0.55% રહ્યો. આ સાથે દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા વધીને 14,43,352 થઈ ગઈ છે અને મૃત્યુઆંક પણ વધીને 25,105 થઈ ગયો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં 1103 કોરોના દર્દીઓ છે જેમની સારવાર ચાલી રહી છે, જેમાંથી 583 હોમ ક્વોરેન્ટાઇનમાં છે.


દિલ્હીના બજારોમાં ભારે ભીડ
થોડા દિવસો પહેલા દિલ્હીના સરોજિની નગરમાંથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ઘણા લોકો એકબીજાને ધક્કો મારતા જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દિલ્હીના બજારનો આ વીડિયો બધાને ચોંકાવી રહ્યો છે.


હિમાચલમાં પણ પ્રથમ કેસ સામે આવ્યો
બીજી તરફ, હિમાચલ પ્રદેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટનો પહેલો કેસ નોંધાયો છે. જણાવી દઈએ કે રાજ્યના સ્વાસ્થ્ય સચિવ અમિતાભ અવસ્થીએ આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે 12 ડિસેમ્બરે મંડી જિલ્લામાં એક 45 વર્ષની મહિલા ઓમિક્રોનથી સંક્રમિત મળી આવી હતી. તેમનો RT-PCR ટેસ્ટ ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં કરવામાં આવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube