બિહારમાં બાળકોના મોતનો આંકડો 63 પહોંચ્યો, હોસ્પિટલમાં બેડ આપવામાં સરકાર નિષ્ફળ
બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં મગજના તાવની ઝપેટમાં આવવાથી શુક્રવારે વધુ 9 બાળકોના મોતની સાથે આ મહિને અત્યાર સુધીમાં 63 બાળકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસારા આ મોત હાઇપોગ્લીસેમિયાના કારણે થયું છે.
પટના-મુઝફ્ફરપુર: બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં મગજના તાવની ઝપેટમાં આવવાથી શુક્રવારે વધુ 9 બાળકોના મોતની સાથે આ મહિને અત્યાર સુધીમાં 63 બાળકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસારા આ મોત હાઇપોગ્લીસેમિયાના કારણે થયું છે. તેમણે જણાવ્યું કે બધા બાળકો હાઇપોગ્લીસેમિયાના શિકાર થયા છે. આ એક એવી સ્થિતિ છે જેમાં બ્લડ સુગરનું સ્તર ઘણું ઓછું થઇ જાય છે અને ઇલેક્ટ્રોલાઇટ અસંતુલિત થઇ જાય છે. મુઝફ્ફરપુરના બે સરકારી હોસ્પિટલમાં 63 બાળકોના મોત થયા જેમાથી એક હોસ્પિટલની સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેએ મુલાકાત લીધી હતી.
વધુમાં વાંચો: PM મોદી અને PAK વડાપ્રધાન વચ્ચે માત્ર અભિવાદન, કોઇ વાતચીત નહી: સુત્ર
કેજરીવાલ હોસ્પિટલમાં 3 બાળકોન મોત
જિલ્લા તંત્રની તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર શુક્રવાર સાંજે 6 વાગ્યા સુધી શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (એસકેએમસીએચ)માં 6 બાળકો અને કેજરીવાલ હોસ્પિટલમાં ત્રણ બાળકોના મોત થયા હતા. એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે એસકેએમસીએચમાં જે 9 બાળકોની સારવાર ચાલી રહી છે તેમની હાલત ગંભીર છે. સાથે એવું પણ જણાવવામાં આવ્યું છે કે, કેજરીવાલ હોસ્પિટલમાં પાંચ બાળકોની હાલત નાજુક છે.
વધુમાં વાંચો: બેનર્જીએ જુનિયર ડોક્ટરોને વાતચીત માટે બોલાવ્યા
જાગૃતિ જ આ રોગને અટકાવવાનો એકમાત્ર રસ્તો
સ્વાસ્થ્ય મંત્રીએ ડોક્ટરો તેમજ અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ કહ્યું કે, શુક્રવારથી વધુ 6 એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને 100 બેડવાળા નવા વોર્ડનું સંચાલન ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. પાંડેએ કહ્યું કે, બીમારીને રોકવા માટે લોકોમાં જાગૃતિ લવવાની જરૂરીયાત છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર પહેલાથી જ સંબંધિક અધિકારીઓના અસરગ્રસ્ત જિલ્લાઓમાં બચાવ કામગીરી માટે સૂચનાઓ આપી ચુક્યા છે.
જુઓ Live TV:-