મહાબળેશ્વરની ગુફાઓમાંના ચામાચીડિયાને લઈને આવ્યા ચોંકાવનારા સમાચાર
- મહારાષ્ટ્ર (Maharashtra) ના પ્રખ્યાત હિલ સ્ટેશન મહાબળેશ્વર (Mahabaleshwar) ની ગુફામાં રહેતા ચામાચીડિયામાં નિપાહ વાયરસની વિરુદ્ધ એન્ટીબોડીની હાજરી જોવા મળી
ઝી મીડિયા/બ્યૂરો :મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ મહામારી બાદ હવે નિવાહ વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (Indian Council of Medical Research) અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ( National Institute of Virology) એ એક સરવેમાં દાવો કર્યો કે, ચામાચીડિયામાં નિપાહ વાયરસ (Nipah Virus) ની વિરુદ્ધ એન્ટીબોડીઝ મળી આવી છે. મહારાષ્ટ્રના ફેમસ હિલ સ્ટેશન મહાબળેશ્વરની ગુફામાં રહેતા ચામાચીડિયામાં નિપાહ વાયરસની વિરુદ્ધ એન્ટીબોડીઝની હાજરી જોવા મળી છે.
આ પણ વાંચો : આ ટચૂકડી માછલીને ઘરમાં રાખવાથી તમારી કિસ્મત સફેદ ઘોડાની જેમ દોડશે, બનશો લખપતિ
નિપાહ વાયરસની વિરુદ્ધ એન્ટીવાયરસ
ઉલ્લેખનીય છે કે, નિપાહ વાયરસ સંક્રમણ ફેલાવનારા એ 10 પૈથોજેન્સાં એક છે, જેની ઓળખ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (World Health Organization) કરી છે. જનરલ ઓફ ઈન્ફેક્શન એન્ડ પબ્લિક હેલ્થમાં પ્રકાશિત આ સ્ટડીમાં કહેવાયું છે કે, માર્ચ 2020 માં મહાબળેશ્વરની ગુફાઓમાં એકઠા તયાલે નમૂનાની તપાસ બાદ ચામાચીડિયાની 2 પ્રજાતિમાં નિપાહ વાયરસ એન્ટીબોડીઝના સબૂત મળ્યાં છે. આ બંને પ્રજાતિઓમાં લોહી, લારવા અને રેક્ટલ સ્વૈબના નમૂના જમા કરવામાં આવ્યા હતા. પ્રજાતિઓના 10-10 સેમ્પલની તપાસ લેબમાં કરવામાં આવી અને નૈક્રોપ્સી ટેકનિકથી તપાસ કરવામાં આવી. આ સેમ્પલમાં આરએનએ તપાસ કર્યા બાદ જોવામાં આવ્યું કે, એન્ટી-નિપાહ એન્ટીબોડીઝ કેટલાક સેમ્પલમાં મળી આવ્યા છે.
આ પણ વાંચો : અચાનક તમને ખબર પડે કે તમારું બાળક LGBTQ છે, તો ભેદભાવ ભૂલીને સૌથી પહેલા કરો આ કામ
મહારાષ્ટ્રમાં આ પહેલા ક્યારેય ચામાચીડિયામાં આ વાયરસ મળી આવ્યો નથી. આ વાયરસ સામાન્ય રીતે ચામાચીડિયામાંથી માણસના શરીરમાં આવે છે.
નિપાહની સારવાર નથી, 65 ટકા લોકોની મોત
નિપાહ વાયરસને રોકવા માટે અત્યાર સુધી કોઈ વેક્સીન નથી મળી. તેનો કોઈ દવા કે સારવાર નથી. જો કોઈ વ્યક્તિ આ વાયરસથી સંક્રમિત થાય છે તો તે 65 ટકા કિસ્સામાં જીવિત રહેતો નથી. તેથી આ વાયરસ બહુ જ ઘાતક માનવામાં આવે છે. થોડા વર્ષો પહેલા ચામાચીડિયા જેવા ઈબોલા ગંભીર વાયરસ સામે આવ્યો હતો. કોરોના વાયરસ પણ ચામાચીડિયામાંથી આવ્યો હોવાનો દાવો કરાય છે.
આ પણ વાંચો : ચમત્કાર! સાવ અડીને દરિયો હોવા છતાં આ મંદિરની અંદર નથી આવતો સમુદ્રની લહેરોનો અવાજ