આ ટચૂકડી માછલીને ઘરમાં રાખવાથી તમારી કિસ્મત સફેદ ઘોડાની જેમ દોડશે, બનશો લખપતિ

એરોવાના માછલીઓ (Arowana fish) દક્ષિણ અમેરિકામાં એમેઝોન નદીમાં ઓયાપોક (Oyapock) અને રુપુનુની (Rupununi) નદીઓમાં મળી આવે છે. આ માછલીઓ ગુયાનાના તાજા પાણીમાં દેખાતી હોય છે. આ માછલીઓ ઓછા લેવલના પાણી અને કીચડમાં મળી આવે છે. એટલુ જ નહિ, એરોવાના માછલી પાણીની સપાટી પર તરવાનુ પસંદ કરે છે. 

ઝી મીડિયા/બ્યૂરો :એરોવાના માછલીઓ (Arowana fish) દક્ષિણ અમેરિકામાં એમેઝોન નદીમાં ઓયાપોક (Oyapock) અને રુપુનુની (Rupununi) નદીઓમાં મળી આવે છે. આ માછલીઓ ગુયાનાના તાજા પાણીમાં દેખાતી હોય છે. આ માછલીઓ ઓછા લેવલના પાણી અને કીચડમાં મળી આવે છે. એટલુ જ નહિ, એરોવાના માછલી પાણીની સપાટી પર તરવાનુ પસંદ કરે છે. 

ઘરમાં રાખવાથી થાય છે પ્રગતિ

1/5
image

એરોવાના માછલી મીઠા પાણીમાં રહે છે. કેમ કે, ખારા પાણીની સરખામણીમાં તેમની સહનશીલતા ઓછી થાય છે. લોકો આ માછલીને ઘરમાં રાખવાનું પસંદ કરે છે. ફેંગસૂઈના હિસાબે એરોવાનાને ઘરમાં રાખવાથી પ્રગતિ થાય છે. આ ઉપરાંત, એમ પણ માન્યતા છે કે, ઘરમાં આ માછલીને રાખવાથી ન માત્ર રૂપિયા આવે છે કે, પરંતુ સંપત્તિમાં પણ વધારો થાય છે. 

50 દિવસ મોઢામા ઈંડા રાખે છે આ માછલી

2/5
image

મીડિયા રિપોર્ટની માનીએ તો, એરોવાના નર માછલી પોતાના મોઢામાં અંદાજે 50 દિવસ સુધી ઈંડા રાખી શકે છે. તે પોતાનું મોઢું ત્યારે જ ખોલે છે જ્યાં બચ્ચા ઈંડામાંથી બહાર આવવાની તૈયારીમાં હોય.  

2 કરોડ રૂપિયા સુધીમાં વેચાય છે આ માછલી

3/5
image

આ માછલી બળશાળી અને સાહસી હોય છે. તે 20 વર્ષ સુધી જીવિત રહી શકે છે. તે 120 સેન્ટીમીટર સુધી વધી શકે છે અને વજનમાં લગભગ 5 કિલો હોય છે. સામાન્ય પરિસ્થિતિઓમાં આ માછલી એક કરોડની આસપાસ વેચાય છે. પરંતુ બ્લેક માર્કેટમાં તેની બોલી 2 કરોડ સુધી પણ પહોંચે છે. 

માંસાહારી હોય છે આ માછલી

4/5
image

એરોવાના માછલીઓ માંસાહારી હોય છે અને જ્યારે તે જંગલમાં પાણીની વચ્ચે રહે છે તો તે જળચર કીડા અને નાની માછલીઓને ખાઈને જીવે છે. પરંતુ જ્યારે તે કેદાં હોય છે તો કાચીંડા, નાની માછલીઓ, ઝીંગા, માછલીનું માંસ અને બીજું કંઈ પણ ખાઈ શકે છે. 

5 ફીટ સુધી ઉપર કૂદી શકે છે આ માછલી

5/5
image

આ માછલી એવી શાનદાર રીતે જમ્પ કરી શકે છે. તે પાણીથી 5 ફીટ ઉપર કૂદી શકે છે. જ્યારે પણ એક્વેરિયમ ટેન્કમાં તેને ઘરમાં રાખો તો તેની લાઈફસ્ટાઈલ સમજવી બહુ જ જરૂરી છે. તે સૌથી વધુ દક્ષિણ-એશિયાઈ દેશોમાં મળી આવે છે.