Nipah Virus: એકબાજુ દેશમાં જ્યાં કોરોનાના કેસ ઓછા થવાનું નામ નથી લેતા અને કેરળ હાલ કોરોનાની સૌથી વધુ થપાટ સહન કરી રહ્યું છે ત્યાં કેરળમાં વધુ એક વાયરસની એન્ટ્રીથી હડકંપ મચ્યો છે. ઘાતક વાયરસ નિપાહના સંક્રમણથી 12 વર્ષના એક બાળકનું મોત થતા નવું સંકટ ઊભું થયું છે. નિપાહ વાયરસથી સંક્રમિત આ કેસ કેરળના કોઝિકોડ જિલ્લામાં મળી આવ્યો છે. કોઝિકોડમાં 12 વર્ષના બાળકમાં નિપાહ વાયરસના સંક્રમણના લક્ષણો જોવા મળતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું. આ જાણકારી સ્વાસ્થ્ય વિભાગે આપી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિપાહ વાયરસથી આજે સવારે આ બાળકનું મોત થયું. આ અગાઉ તેનામાં ઈન્સેફલાઈટિસના લક્ષણો જોવા મળ્યા હતા અને હોસ્પિટલમાં તપાસ બાદ નિપાહ વાયરસની સંભાવના વ્યક્ત કરાઈ હતી. નિપાહના સંદિગ્ધ સંક્રમણની સૂચના મળ્યા બાદ રાજ્ય સરકારે શનિવારે મોડી રાતે સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. 


કેરળના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે આ સ્થિતિને સંભાળવા માટે ટીમો બનાવવામાં આવી છે. સંપર્ક ટ્રેસિંગ અને અન્ય ઉપાય પહેલેથી જ શરૂ કરી દેવાયા છે. હાલ ગભરાવવાની કોઈ જરૂર નથી. પરંતુ સાવધાની રાખવાની જરૂર છે. 


કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે અત્યાર સુધીમાં મૃતક બાળકના પરિવારમાં કોઈ પણ સભ્યમાં આ વાયરસના લક્ષણ જોવા મળ્યા નથી. હું આજે કોઝિકોડ જઈશ. 


દેશમાં પહેલીવાર કોઝિકોડમાં મળ્યો હતો જીવલેણ વાયરસ
દક્ષિણ ભારતમાં નિપાહ વાયરસનો પ્રથમ કેસ કેરળના કોઝિકોડમાં 19 મે 2018ના રોજ નોંધાયો હતો. રાજ્યમાં એક જૂન 2018 સુધીમાં 17 મોત અને વાયરસના કુલ 18 કેસની પુષ્ટિ થઈ હતી. 2018માં પહેલીવાર કેરળમાં દસ્તક દેનારા આ નિપાહ વાયરસને ડેડલી વાયરસ પણ ગણાવાયો હતો. હકીકતમાં આ વાયરસથી સંક્રમિત 75 ટકા લોકોના મોત થઈ જાય છે. કારણ કે તેની સારવાર માટે અત્યાર સુધીમાં ન તો કોઈ દવા કે રસી ઉપલબ્ધ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube