મે કંઇ પણ ખોટુ નથી કર્યુ, આ એક સામાન્ય આર્થિક લેવડદેવડ: નીરવ મોદી
દેશના સૌથી મોટા પીએનબી ગોટાળાના આરોપી હીરા વેપારી નીરવ મોદીએ વિશેષ પીએમએલએ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે
નવી દિલ્હી : દેશનાં સૌથી મોટા પીએનબી ગોટાળાનો આરોપી હીરા વેપારી નીરવ મોદીએ વિશેષ પીએમએલએ કોર્ટમાં પોતાનું નિવેદન નોંધાવ્યું છે. નીરવે પ્રવર્તન નિર્દેશાલય (ED)ની તે અરજી વિરુદ્ધ જવાબ આપ્યો છે જેમાં તેણે વિશેષ કોર્ટ સાથે આર્થિક બાગેડુ ગુનેગાર જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. નીરવ મોદીએ પોતાનાં જવાબમાં કહ્યું કે, મે કાંઇ પણ ખોટુ નથી કર્યું. પીએનબી ગોટાળાને એક સાધારણ આર્થિક ગોટાળો ગણાવ્યો હતો, ન કે બેંક ગોટાળો. તેણે આગળ કહ્યું કે, તે સુરક્ષાનાં કારણોથી દેશ પરત નહી ફરી શકે. તેણે અગાઉ ઇડીએ નીરવની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા થાઇલેન્ડમાં તેની 13.14 કરોડની સંપત્તી સીલ કરી હતી.
મોબ લિંચિંગની આશંકા વ્યક્ત કરી હતી
ગત્ત દિવસોમાં બ્રિટિશ અધિકારીઓની તરફથી ભારતને માહિતી આપવામાં આવી હતી કે નીરવ મોદી આ દિવસોમાં બ્રિટનમાં છે. અગાઉ ડિસેમ્બરે નીરવ મોદીનાં વકીલ વી.અગ્રવાલે કહ્યું હતું કે, તેમનાં ક્લાઇન્ટે CBIને કરેલા એક મેઇલમાં પોતાની સુરક્ષા મુદ્દે ખતરો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, જે પ્રકારે તેમનું પુતળુ ફુંકવામાં આવી રહ્યું છે, તેવી રીતે જો તેમને ભારત લાવવામાં આવે તો તેમની મોબ લિંચિંગ કરી દેવામાં આવશે. કારણ કે અહીં તેને રાક્ષસ રાવણ સ્વરૂપે જોવામાં આવે છે. જો કે ઇડીની તરફથી નિરવ મોદીને જીવનો ખતરો હોવાની વાતને અપ્રાસંગીક ગણાવી હતી.
કોઇ કારણ વગર જ પોસ્ટર બોય બનાવવામાં આવ્યો.
પ્રવર્તન નિર્દેશાલયની તરફથી તેમ પણ કહેવામાં આવ્યું હતું કે, નીરવ સમન અને ઇમેઇલ મળવા છતા તપાસમાં સહયોગ કરવા માટે હાજર થયો. તેના પરથી જાણવા મળે છે કે તેઓ ભારત પરત આવવા નથી માંગતો. જો કે અગ્રવાલે કહ્યું કે, તેમના મુવક્કીલ તપાસ એજન્સીઓનાં ઇમેઇલનો જવાબ આપ્યો હતો અને સુરક્ષા સંબંધિત કારણો પરત આવવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી. બેકફ્રોડ મુદ્દે તેને કોઇ કારણ વગર જ પોસ્ટર બોય બનાવાયો હોવાનું જણાવ્યું હતું.