નવી દિલ્હી : નિર્ભયા (Nirbhaya case)ના ચારેય દોષિતોને ફાંસી આપ્યા પછી તિહાર જેલમાં (Tihar Jail)માં પરિસ્થિતિ વણસેલી છે. હાલમાં પોલીસ ફ્લેગમાર્ચ કરી રહી છે. હકીકતમાં જેલમાં કેટલાક દર્દીઓ વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. નિર્ભયા સામુહિક દુષ્કર્મ અને હત્યાકાંડના ચારેય દોષિતોને શુક્રવારે સવારે 5.30 વાગ્યે ફાંસી આપી દેવામાં આવી છે. આ ચારેય આરોપીઓને દુષ્કર્મની હરકત કરવા બદલ ફાંસી આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાંસી પર ચઢનારા નિર્ભયાના ચારેય દોષિતોની રાત કેવી વીતી હતી....? નાસ્તો પણ કરવાની ના પાડી...


નિર્ભયાના દોષિતોને અદાલત કોર્ટ દ્વારા આપવામાં આવેલા મૃત્યુદંડને અમલમાં મુકવાનું કામ પવન જલ્લાદે કર્યું છે. પવનનો પરિવાર ઘણી પેઢીથી જલ્લાદનું કામ કરે છે. પવનના પરદાદા લક્ષ્મણ, દાદા કાલુ જલ્લાદ તેમજ પિતા મમ્મુ જલ્લાદ પણ ફાંસી આપવાનું કામ કરતા હતા. પવને ચાર દોષિતોને એકસાથે ફાંસી પર લટકાવીને તિહાર જેલમાં આપવામાં આવેલી ફાંસીના ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવી લીધું છે. હવે તિહારમાં ચાર દોષિતોને એકસાથે ફાંસી આપવાનો રેકોર્ડ પવનના નામે છે. 


ફાંસીની છેલ્લી 10 મિનીટ: ક્યારે દોષિતોના હાથ-પગ બંધાયા અને ક્યારે કાળો નકાબ પહેરાવાયો હતો


ભારતમાં આ પહેલાં પણ ચાર દોષિતોને એકસાથે ચાર ફાંસી આપવામાં આવી છે. આ ફાંસી પુણેની યરવડા જેલમાં આપવામાં આવી હતી. અહીં 27 નવેમ્બર, 1983ના દિવસે જોશી અભયંકર મામલામાં 10 લોકોની હત્યા કરનાર ચાર લોકોને ફાંસી આપવામાં આવી હતી. આ ઘટનામાં જાન્યુઆરી, 1976 અને માર્ચ, 1977 વચ્ચે પુણેમાં રાજેન્દ્ર જક્કલ, દીલિપ સુતાર, શાંતારામ કાન્હોજી જગતાપ અને મુનવ્વર હારૂન સાથે જોશી-અભયંકર કેસમાં દસ લોકોની હત્યા કરી હતી. આ તમામ હત્યારા અભિનવ કલા મહાવિદ્યાલય, તિલક રોડમાં કમર્શિયલ આર્ટસના વિદ્યાર્થીઓ હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube