હિતેન વિઠલાણી, નવી દિલ્હી: દિલ્હી (Delhi) ની પટિયાલા હાઉસ કોર્ટની સેશન કોર્ટમાં આજે થયેલી સુનાવણી બાદ સ્પષ્ટ થયું કે નિર્ભયા (Nirbhaya Case) ના દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી પર નહીં લટકાવાય કારણકે એક દોષિત મુકેશે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરી છે અને ફાંસીને ટાળવા માટે તિહાડ જેલ પ્રસાશનએ દિલ્હી સરકારને ચિઠ્ઠી પણ લખી છે. પરંતુ આવતીકાલે ફરી એક વાર પટિયાલા હાઉસ કોર્ટ માં સુનાવણી થશે અને તિહાડ જેલ પ્રસાશને કોર્ટ માં લેખિત જવાબ દાખલ કરી ડેથ વોરન્ટ જાહેર થયા બાદ આદેશ ને અમલમાં લાવવા કઈ કઈ પ્રકાર ની પ્રક્રિયાઓ હાથ ધરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે હાજી મસ્તાનના પુત્રએ કર્યો કોંગ્રેસના નેતાઓની અંડરવર્લ્ડ સાથેની 'મિત્રતા' પર મોટો ખુલાસો


દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના જજ સતીશ કે અરોડા એ આજની સુનાવણી બાદ સ્પષ્ટ કર્યું કે હાલ તો ડેથ વોરન્ટની તારીખ નથી બદલાઈ રહી, પણ તિહાડ જેલ પ્રસાશને આવતી કાલે કોર્ટમાં જવાબ આપવાનો રહેશે કે ડેથ વોરન્ટના અમલીકરણ માટે કઈ કામગીરી હાથ ધરી છે.


કોંગ્રેસના દિગ્ગજ સાંસદે કહ્યું- "હાં...હું પાકિસ્તાની છું, જે કરવું હોય તે કરી લો"


દિલ્હી સરકારના વકીલ રાજીવ મોહન એ કોર્ટને કહ્યું કે સુપ્રીમ કોર્ટના એક ચુકાદા મુજબ 22 જાન્યુઆરીએ ફાંસી નથી થઈ શકતી કારણકે રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી ફગાવ્યા બાદ દોષિત ને 14 દિવસનો સમય મળવો જોઈએ. અને બીજી બાજુ તિહાડ જેલે રાજ્ય સરકારને અવગત કરાવ્યું કે એક દોષિત મુકેશે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરી છે જે હજુ પેન્ડિંગ છે.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...