નવી દિલ્હી : નિર્ભયા કેસમાં ટ્રાયલ કોર્ટે ચારેય દોષિતો માટે નવું ડેથ વોરન્ટ બહાર પાડ્યું છે. જે મુજબ આ ચારેય દોષિતોને હવે પહેલી ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગે ફાંસી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપવાની હતી. પરંતુ એક દોષિતે દયા અરજી કરી હતી અને તેની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધા બાદ પ્રકિયા મુજબ નવું ડેથ વોરન્ટ બહાર પાડવું પડયું અને ફાંસીની તારીખ આગળ વધારવી પડી. આ મામલે નવા વળાંક આવ્યો છે અને નિર્ભયાની માતાએ ઉકળતા લાવારસ જેવો પ્રતિભાવ આપ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનમાં હિંદુ છોકરીઓના અપહરણ મામલે મોટો હોબાળો, ભારતે લાલ આંખ કરીને કહી દીધું કે...


હકીકતમાં ટોચના વકીલ ઈન્દિરા જયસિંહે નિર્ભયાની માતાને અપીલ કરી છે કે તે વર્ષ 2012માં નિર્ભયા સાથે થયેલા ગેંગરેપ અને હત્યાના દોષિતોને માફ કરી દે. આ માટે મોતની સજાની માંગ ન કરે. આ અંગે ઈન્દિરાએ ટ્વિટ કરી છે કે હું આશા દેવીની વ્યથાને સંપૂર્ણપણે સમજી શકું છું. પણ હું તેમને અપીલ કરું છું કે તે સોનિયા ગાંધીને અનુસરે, જેમણે ભૂતપુર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યાની દોષિત નલિનીને માફ કરી હતી. ઈન્દિરા જયસિંહના સુચનથી નિર્ભયાની માતા બરાબર ગુસ્સે ભરાયા છે. નિર્ભયાના માતા-પિતા આશા દેવીએ કહ્યું છે કે તે આ પ્રકારનું સૂચન આપનારી કોણ છે, ભગવાન પણ કહેશે તો પણ હું માફ નહીં કરું.


શિરડી સાંઈ દરબારમાં દર્શન કરવા જવાના છો તો પહેલા વાંચી લો આ ખબર, નહિ તો પસ્તાશો


ઈન્દિરા જયસિંહના નિવેદન અંગે આશા દેવીએ કહ્યું છે કે મને સૂચન આપનારી ઈન્દિરા જયસિંહ કોણ છે?સમગ્ર દેશ ઈચ્છે છે કે દોષિતોને ફાંસી આપવામાં આવે. ઈન્દિરા જેવા લોકોને લીધે જ દુષ્કર્મ પીડિતોને ન્યાય મળી શકતો નથી. મને વિશ્વાસ થતો નથી કે તેમણે આ પ્રકારનું સૂચન આપ્યું. હું સુપ્રીમ કોર્ટમાં તેમને અનેક વર્ષોથી મળતી હતી. તેમણે એક વખત પણ મારા વિશે કોઈ વિચાર કર્યો નથી અને આજે તે દોષિતો માટે બોલી રહી છે. આ પ્રકારના લોકો દુષ્કર્મીઓનું સમર્થન કરી આજીવિકા ચલાવે છે, જેથી દુષ્કર્મની ઘટના બંધ થતી નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...