નિર્ભયા કેસ: દોષિતના વકીલે કહ્યું-દિલ્હીમાં વાયુ પ્રદૂષણ-પાણીની ગુણવત્તા ખુબ ખરાબ, આવામાં ફાંસી કેમ?
અક્ષયના વકીલ એ પી સિંહે પોતાની દલીલોમાં વેદ પુરાણ, ત્રેતાયુગનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કળિયુગમાં લોકો ફક્ત 60 વર્ષ સુધી જીવે છે. જ્યારે બીજા યુગમાં અનેક ગણુ વધારે જીવે છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણ અને પાણીની ગુણવત્તા ખુબ ખરાબ છે. આવામાં ફાંસીની સજા કેમ?
નવી દિલ્હી: નિર્ભયા કેસ (Nirbhaya Case) ના દોષિતોમાંના એક અક્ષય ઠાકુરની પુન:વિચાર અરજી પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં સુનાવણી પૂરી થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટ બપોરે 1 વાગે પોતાનો ચુકાદો આપશે. જસ્ટિસ ભાનુમતિની અધ્યક્ષતાવાળી બેન્ચ આ અરજી પર પોતાનો ચુકાદો આપશળે. દોષિત પક્ષના વકીલે કોર્ટમાં સતત એક બાદ એક તર્ક રજુ કર્યાં. તેમણે દિલ્હીમાં પ્રદૂષણ અને ખરાબ હવાનો હવાલો આપતા ફાંસીની સજા ન આપવાની ગુહાર લગાવી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે કોઈ પણ સંજોગોમાં આ અપરાધને માફ કરી શકાય નહીં.
જયપુર સીરિયલ બ્લાસ્ટ 2008 કેસમાં 4 આરોપી દોષિત જાહેર, કોર્ટે એકને દોષમુક્ત કર્યો
જસ્ટિસ આર ભાનુમતિ, જસ્ટિસ અશોક ભૂષણ અને એ એસ બોપન્નાની બેન્ચ સમક્ષ અક્ષયના વકીલ એ પી સિંહે પોતાની દલીલોમાં વેદ પુરાણ, ત્રેતાયુગનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કળિયુગમાં લોકો ફક્ત 60 વર્ષ સુધી જીવે છે. જ્યારે બીજા યુગમાં અનેક ગણુ વધારે જીવે છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણ અને પાણીની ગુણવત્તા ખુબ ખરાબ છે. આવામાં ફાંસીની સજા કેમ? વકીલે કહ્યું કે સરકાર પણ માને છે કે દિલ્હીની હવા ખુબ ખરાબ છે. ડોક્ટરો બહાર જવાની સલાહ આપે છે.
CBSE: ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર, વધુ વિગતો માટે વાંચો અહેવાલ
એપી સિંહે તિહાડના પૂર્વ જેલ અધિકારી સુનીલ ગુપ્તાના પુસ્તકનો ઉલ્લેખ કર્યો.જેમાં એ વાતની સંભાવના વ્યક્ત કરાઈ છે કે આ કેસના અન્ય આરોપી આમ સિંહની જેલમાં હત્યા કરાઈ હતી અને કહ્યું કે આ નવા તથ્ય છે જેના પર કોર્ટે ફરીથી વિચાર કરવો જોઈએ.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube