નવી દિલ્હી: કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગુરુવારે વર્ષ 2021ની નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક રેન્કિંગ(NIRF Ranking) બહાર પાડી અને દેશની ટોપ ઈન્સ્ટિટ્યૂટ્સ વિશે જાણકારી આપી. આ વર્ષે IIT Madras ને ઓવરઓલ કેટેગરીમાં દેશની બેસ્ટ એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ પસંદ કરાઈ છે. આ યાદીમાં બીજા નંબર પર આઈઆઈએસસી બેંગ્લુરુ અને ત્રીજા નંબર પર આઈઆઈટી બોમ્બેનું નામ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે દેશની ટોપ મેડિકલ કોલેજ
ટોપ મેડિકલ કોલેજની યાદીમાં દિલ્હી સ્થિત એમ્સ  (AIIMS Delhi) ને બેસ્ટ મેડિકલ કોલેજ જાહેર કરાઈ છે. દેશની બેસ્ટ મેડિકલ કોલેજની યાદીમાં બીજા નંબરે પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, ચંડીગઢ  (PGIMER Chandigarh) નું નામ છે જ્યારે ત્રીજા નંબરે ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોરનું નામ છે. 


આ છે દેશની ટોપ કોલેજ
શિક્ષણ મંત્રાલયના રેન્કિંગમાં દિલ્હીની મિરાન્ડા હાઉસ કોલેજને બેસ્ટ કોલેજ ગણાવવામાં આવી છે. ત્યારબાદ બીજા નંબરે એલએસઆર કોલેજ ફોર વુમન(LSR College for Women) છે જ્યારે ત્રીજા નંબરે લોયેલા કોલેજનું નામ આવ્યું છે. 


આ છે દેશની ટોપ એન્જિનિયરિંગ કોલેજ
ટોપ 10 એન્જિનિયરિંગ કોલેજની યાદીમાં 8 IIT, અને 2 NIT સામેલ છે. આ યાદીમાં IIT Madras પહેલા નંબરે છે. જ્યારે બીજા નંબરે IIT દિલ્હી, ત્રીજા સ્થાને IIT Bombay, ચોથા નંબરે IIT Kanpur, પાંચમા નંબરે IIT Kharagpur નું નામ છે. આ યાદીમાં નવમા નંબરે NIT Tiruchirappalli છે તથા 10મા નંબરે NIT Surathkal સામેલ છે. 


આ છે ટોપ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ્સ
આ વર્ષ રેન્કિંગ ફ્રેમવર્કમાં ટોપ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ્સની કેટેગરી પણ સામેલ કરાઈ છે. આ કેટેગરીમાં IISc Bengaluru એ પહેલું સ્થાન મેળવ્યું છે. જ્યારે બીજા નંબરે IIT Madras અને ત્રીજા નંબરે IIT Bombay નું નામ છે. 


આ છે દેશની ટોપ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ
બેસ્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ કેટેગરીમાં IIM Ahmedabad એ પહેલું સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં બીજા નંબરે IIM Bangalore અને ત્રીજા નંબર પર IIM Calcutta નું નામ છે. 


આ છે દેશની બેસ્ટ ફાર્મસી કોલેજ
બેસ્ટ ફાર્મસી કોલેજની કેટેગરીમાં દિલ્હીની જામિયા હમદર્દ Jamia Hamdard પહેલા નંબરે છે. યાદીમાં બીજા નંબરે પંજાબ યુનિવર્સિટી અને ત્રીજા નંબરે બિરલા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સિસ, પિલાનીનું નામ છે. 


આ છે ભારતની ટોપ યુનિવર્સિટીઝ
શિક્ષણ મંત્રાલયના વાર્ષિક રેન્કિંગમાં યુનિવર્સિટીઝ કેટેગરીમાં આઈઆઈએસસી, બેંગ્લુરુને પહેલું સ્થાન મળ્યું છે. યાદીમાં બીજા નંબરે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, અને ત્રીજા નંબરે બનારસ હિન્દુ યુનિવર્સિટી વારાણસીનું નામ આવે છે. 


ટોપ 10 એન્જિનિયરિંગ કોલેજ
1. આઈઆઈટી મદ્રાસ
2. આઈઆઈટી દિલ્હી-2
3. આઈઆઈટી બોમ્બ -3
4. આઈઆઈટી કાનપુર
5. આઈઆઈટી ખડગપુર
6. આઈઆઈટી રૂડકી
7. આઈઆઈટી ગુવાહાટી
8. આઈઆઈટી હૈદરાબાદ
9. એનઆઈટી તિરુચાપલ્લી
10. એનઆઈટી સુરથકલ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube