NIRF Ranking 2022: NIRF રેન્કિંગમાં ગુજરાતની શિક્ષણ સંસ્થાઓ અપવાદ સિવાય શોધતા પણ નહીં જડે
કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નેશનલ ઈન્સ્ટીટ્યૂશનલ રેંકિંગ ફ્રેમવર્ક (NIRF) હેઠળ ટોપ શૈક્ષણિક સંસ્થાઓના રેંકિંગની જાહેરાત કરી છે. આ રેંકિંગ અનેક કેટેગરીમાં બહાર પડે છે. National institutional Ranking Framework એ 11 કેટેગરીમાં ટોપ 10 શૈક્ષણિક સંસ્થાઓના નામની જાહેરાત કરી.
NIRF Ranking 2022: કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નેશનલ ઈન્સ્ટીટ્યૂશનલ રેંકિંગ ફ્રેમવર્ક (NIRF) હેઠળ ટોપ શૈક્ષણિક સંસ્થાઓના રેંકિંગની જાહેરાત કરી છે. આ રેંકિંગ અનેક કેટેગરીમાં બહાર પડે છે. National institutional Ranking Framework એ 11 કેટેગરીમાં ટોપ 10 શૈક્ષણિક સંસ્થાઓના નામની જાહેરાત કરી. જેમાં ઓવરઓલ, યુનિવર્સિટી, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, કોલેજ, ફાર્મસી, મેડિકલ, લો, આર્કિટેક્ચર, ડેન્ટલ અને રિસર્ચ સામેલ છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દરેક કેટેગરીમાં ટોપ ત્રણ સંસ્થાઓના પ્રતિનિધિને મંચ પર બોલાવીને સન્માનિત કર્યા.
ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓની સ્થિતિ ખાસ જાણો
વિકાસની હરણફાળ ભરવાની વાતો અને ગુજરાત મોડલની ચર્ચા વચ્ચે ગુજરાતમાં શિક્ષણની શું પરિસ્થિતિ છે તે આ યાદી સ્પષ્ટ કરે છે. આંખો ઉઘાડતી સ્થિતિ છે કારણ કે 11 કેટેગરીમાં ટોપ 10માં તો ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓને દીવો લઈને શોધવી પડે. નીચેની યાદીમાં જુઓ કેટેગરી પ્રમાણે ટોપ 3 સંસ્થાઓની યાદી અને ગુજરાતની કઈ સંસ્થા તે યાદીમાં સ્થાન ધરાવે છે અને કયા નંબરે છે.
ઓવરઓલ કેટેગરીમાં IIT મદ્રાસ ટોપ પર
ઓવરઓલ કેટેગરી હેઠળ ટોપ કોલેજમાં IIT મદ્રાસ ટોપ પર છે. આ સિવાય કઈ કઈ શૈક્ષણિક સંસ્થાઓ આ યાદીમાં સામેલ છે તેના પર એક નજર ફેરવો
1. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી મદ્રાસ
2. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બંગ્લુરુ
3. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી બોમ્બે
4. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ એફ ટેક્નોલોજી દિલ્હી
5. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી કાનપુર
6. ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી ખડગપુર
7. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી રૂરકી
8. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગુવાહાટી
9. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નવી દિલ્હી
10 જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી નવી દિલ્હી
37. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ગાંધીનગર
73. ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
યુનિવર્સિટી કેટેગરી
1. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લુરુ
2. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી નવી દિલ્હી
3. જામિયા મિલિયા ઈસ્લામિયા, નવી દિલ્હી
58. ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
કોલેજ
1. મિરાન્ડા હાઉસ, દિલ્હી
2. હિન્દુ કોલેજ, દિલ્હી
3. પ્રેસિડેન્સી કોલેજ, ચેન્નાઈ
52. સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ, ગુજરાત
રિસર્ચ ઈન્સ્ટિટ્યૂશન્સ
1. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લુરુ
2. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી મદ્રાસ
3. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, દિલ્હી
34. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ગાંધીનગર, અમદાવાદ
એન્જિનિયરિંગ
1. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, મદ્રાસ
2. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, દિલ્હી
3. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, બોમ્બે
23. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ગાંધીનગર
58. સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી
106. પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી, ગાંધીનગર
125. નિરમા યુનિવર્સિટી, અમદાવાદ
134. ધીરુભાઈ અંબાણી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી, ગાંધીનગર
149. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા
190 ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ (IITRAM), અમદાવાદ
મેનેજમેન્ટ
1. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ
2. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, બેંગ્લુરુ
3. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, કોલકાતા
42. MICA
45. નિરમા યુનિવર્સિટી, અમદાવાદ
58. ઈન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ
89. પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી, ગાંધીનગર
99. ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
ફાર્મસી
1. જામીન હમદર્દ, નવી દિલ્હી
2. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યૂટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ હૈદરાબાદ, તેલંગણા
3. પંજાબ યુનિવર્સિટી, ચંડીગઢ
10. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યૂટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ અમદાવાદ, ગાંધીનગર
16. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા
28. નિરમા યુનિવર્સિટી, અમદાવાદ
52. એલ.એમ કોલેજ ઓફ ફાર્મસી, અમદાવાદ
86. પારુલ યુનિવર્સિટી, વડોદરા
94. મલિબા ફાર્મસી કોલેજ
મેડિકલ
1. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, દિલ્હી
2. પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, ચંડીગઢ
3. ક્રિશ્ચન મેડિકલ કોલેજ, વેલ્લોર
37. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદ
50. બી. જે મેડિકલ કોલેજ, અમદાવાદ
Kota School Controversy: આ પ્રાઈવેટ શાળાના પુસ્તકમાં મમ્મી-પપ્પાને અમ્મી-અબ્બુ કહેવાનું ભણાવાય છે, બાળકો માંગે છે બિરિયાની
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube