સીતારમનને ITનાં વકીલ નિયુક્ત કરવામાં આવશે : ચિદમ્બરમનો વ્યંગ
પુર્વ કેન્દ્રીય નાણામંત્રી પી.ચિદમ્બરમે ટ્વીટ કરીને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, તે બાબતની ચર્ચા છે કે તેમને કેબિનેટમાંથી હટાવવામાં આવશે અને આવકવેરા વિભાગનાંવકીલ નિયુક્ત કરવામાં આવશે. ચિદમ્બરમે ટ્વીટર પર આ વ્યંગ સંરક્ષણ મંત્રીના તે નિવેદન બાદ કર્યો જેમાં સીતારમને કહ્યુ કે શું ચિદમ્બરમનાં પરિવારનાં સભ્યોની વિરુદ્ધ આવકવેરા વિભાગ દ્વારા આરોપ પત્ર દાખલ કરવું કોંગ્રેસ પાર્ટીનાં નવાઝ શરીફ મોમેન્ટ છે.
નવી દિલ્હી : પુર્વ કેન્દ્રીય નાણામંત્રી પી.ચિદમ્બરમે ટ્વીટ કરીને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, તે બાબતની ચર્ચા છે કે તેમને કેબિનેટમાંથી હટાવવામાં આવશે અને આવકવેરા વિભાગનાંવકીલ નિયુક્ત કરવામાં આવશે. ચિદમ્બરમે ટ્વીટર પર આ વ્યંગ સંરક્ષણ મંત્રીના તે નિવેદન બાદ કર્યો જેમાં સીતારમને કહ્યુ કે શું ચિદમ્બરમનાં પરિવારનાં સભ્યોની વિરુદ્ધ આવકવેરા વિભાગ દ્વારા આરોપ પત્ર દાખલ કરવું કોંગ્રેસ પાર્ટીનાં નવાઝ શરીફ મોમેન્ટ છે.
સીતારમણે વિદેશ ખાતેની સંપત્તીનો ખુલાસો નહી કરવાનાં મુદ્દે પાકિસ્તાનનાં પુર્વ વડાપ્રધાન શરીફને અયોગ્ય ઠેરવવામાં આવ્યાનાં પાકિસ્તાન સુપ્રીમ કોર્ટનાં નિર્ણયનો ઉલ્લેખ કરીને આ વાત કરી હતી. સીતારમને કહ્યું કે, દિલ્હીમાં ચર્ચા છે કે નિર્મલા સીતારમણને સંરક્ષણ મંત્રી પદથી હટાવવામાં આવશે અને આવકવેરા વિભાગનાં વકીલ નિયુક્ત કરવામાં આવશે. બારમાં તેમનું સ્વાગત છે.
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સત્તારૂઢ ભાજપને વિદેશમાંથી કાળનાણા પાછા લાવવા અને દરેક ભારતીય નાગરિકનાં બેંક ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરીને તેનાં 2014નાં ચૂંટણીનાં વચનો પુરા કરવાની નિષ્ફળ રહેવાની વાત પણ યાદ અપાવી હતી. તેમણે ભાજપ અધ્યક્ષ અમિત શાહનું નામ લીધા વગર કહ્યું કે, ભારતની સૌથી ધનવાન રાજનીતિક પાર્ટીનાં અધ્યક્ષ અબજો ડોલરનું સપનું જોઇ રહ્યા છે. કાળા નાણા પાછા લાવો અને દરેક ભારતીયનાં ખાતામાં પૈસા જમા કરાવો.