નવી દિલ્હી: નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)ના પતિ પરાકલા પ્રભાકરે એક અખબારમાં લખેલા આર્ટિકલમાં જણાવ્યું કે ઈકોનોમી માટે નરસિમ્હા રાવ અને મનમોહન મોડલને ફોલો કરવાની જરૂર છે. જેના પર નાણા મંત્રી નિર્મલા સીતારમણે કાઉન્ટર કરતા કહ્યું કે આપણે એ જોવું જોઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં પીએમ મોદીના નેતૃત્વમાં ઘણા સારા ફન્ડામેન્ટલ રિફોર્મ થયા છે. GST કે જે કોંગ્રેસના જમાનામાં શક્ય ન થઈ શક્યું તે હવે થયું. ઉજ્વલા યોજના 8 કરોડ મહિલાઓ સુધી પહોંચી. આઈબીસી અને આધારને સાર્વભૌમિક બનાવવામાં આવ્યાં. આ વર્ષે બજેટ બાદ ટેક્સ રિફોર્મ કરવામાં આવ્યાં. એક ઓક્ટોબર બાદ જો તમે બિઝનેસ શરૂ કરો તો તમારે દુનિયામાં સૌથી ઓછો ટેક્સ આપવો પડશે. આ બધુ પબ્લિક ડોમીનમાં છે. તેને બીરદાવવાનું પણ સારું રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે નિર્મલા સીરાતમણના પતિની સલાહ એવા સમય આવી છે કે જ્યારે મોદી સરકાર પર અર્થવ્યવસ્થા મામલે તેમના વિરોધીઓ તરફથી સતત આરોપો લગાવવામાં આવતા રહ્યાં છે કે અર્થવ્યવસ્થા લથડી રહી છે અને વિકાસ દર ધીમી ગતિએ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામને સાઈડલાઈન કરતા તેમના વિરોધીઓ તેને મંદીની આહટ ગણાવી રહ્યાં છે. મોદી સરકાર એક પછી એક એવા મોટા નિર્ણયો લઈ રહી છે કે જેને એક્સપર્ટ અર્થવ્યવસ્થા માટે ખુબ પોઝિટિવ ગણાવી રહ્યાં છે. 


આવા માહોલમાં નિર્મલાએ પીએમ મોદીને સૌથી મોટા રિફોર્મર ગણતા પતિની સલાહને ફગાવીને એ પણ જણાવી દીધુ કે મોદી મોડલ રાવ અને મનમોહનના ઈકોનોમિક્સ મોડલ કરતા ઘણું મોટું છે. અત્રે જણાવવાનું કે તેમના પતિ એક જાણીતા રાજનીતિક અર્થશાસ્ત્રી છે. પરકલા પ્રભાકરે સરકારને પી વી નરસિમ્હા રાવ-મનમોહન સિંહના ઈકોનોમિક્સ મોડલને અપનાવવાની સલાહ આપી છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...