નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતી પંચની બેઠક ચાલુ થઇ ચુકી છે. નીતિ પંચની બેઠકમાં વડાપ્રધાન મોદીએ ભારતની અર્થવ્યવસ્થાને 2024 સુધીમાં 5 ટ્રિલિયન ડોલર કરવાનું લક્ષ્યાંક નિશ્ચિત કર્યું છે. તેમણે કહ્યું કે, આ ખુબ જ પડકારજનક છે પરંતુ તેને પ્રાપ્ત કરી શકાય છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ પુર્ણ કરવામાં નીતિ પંચની મહત્વની ભુમિકા છે. આવક અને રોજગાર વધારવા માટે નિકાસ ક્ષેત્ર મહત્વપુર્ણ છે. રાજ્યને નુકસાન પ્રોત્સાહન પર ધ્યાન આપવું જોઇએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો આમ જ ચાલશે તો 2050 સુધીમાં પૃથ્વી પરથી માનવ થઇ જશે લુપ્ત !
નીતિ પંચની ગવર્નિંગ કાઉન્સિલની શરૂઆતી બેઠકને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ વર્ષ 2024 સુધી દેશની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલર એટલે કે 34,94,00,00 કરોડ રૂપિયા સુધીનું કરવાનું લક્ષ્ય રાખ્યું છે. વડાપ્રધાને રાજ્યનાં મુખ્યમંત્રીઓને સંબોધિત કરતા કહ્યું કે, આ લક્ષ્ય પડકારજનક ભલે હોય, પરંતુ તેના કારણે રાજ્ય સરકારની મહેનતથી પ્રાપ્ત કરવામાં આવી શખે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાજ્યને પોતાની આર્થિક ક્ષમતા ઓળખવી પડશે અને જીડીપી ટાર્ગેટ વધારવા અંગે જોર આપવું પડશે, તેમણે કહ્યું કે, તેના માટે જિલ્લા સ્તરનાં કામ કરવાની જરૂર છે. 


આતંકવાદીઓના ટાર્ગેટ પર છે દિલ્હીમાં વસેલા યહુદીઓ, ઇઝરાયેલ પર ભડાશ કાઢવાનો ઇરાદો
ડોક્ટર્સની હડતાળ મુદ્દે ગૃહમંત્રાલયે બંગાળ સરકાર પાસે માંગ્યો અહેવાલ
વડાપ્રધાને કહ્યું કે, સબકા સાથ, સબકા વિકાસ મંત્રને લાગુ કરવામાં નીતિ પંચનો મહત્વનો રોલ રહે છે. આવક અને રોજગાર વધારવાનાં સાધનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, નિકાસ ક્ષેત્ર નોકરીઓ આપવા અને કમાણી વધારવા માટે મહત્વનું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હવે અમે તે ગવર્નેંસ સિસ્ટમની તરફ જઇ રહેલા જેની વિશેષતા પર્ફોમન્સ, ટ્રાન્સપરન્સી અને ડિલીવરી છે. વડાપ્રધાનએ કહ્યું કે, યોજનાઓને ધરાતલ પર યોગ્ય રીતે ઉતારવી જૂરરી છે. તેમણે કહ્યું કે, તેઓ ગવર્નિંગ કાઉન્સિલનાં સભ્યોને અપીલ કરૂ છું કું તેઓ એક એવી સરકારી વ્યવસ્થા તૈયાર કરે જે કામ કરે છે અને જેને લોકોનો વિશ્વાસ પ્રાપ્ત હોય. 


MP: જબલપુરમાં BJP કાર્યકરની હત્યા કરી લાશ રેતીમાં દફનાવી દીધી, લખ્યું 'The End'
વડાપ્રધાને કહ્યું કે, આ વખતે રચાયેલ જળ શક્તિ મંત્રાલય પાણીનો યોગ્ય ઉપયોગ વ્યાપક દ્રષ્ટિકોણ વિકસિત કરશે. તેમણે રાજ્યોને અપીલ કરી કે તેઓ પણ જળ સંરક્ષણ અને જળ પ્રબંધન સાથે જોડાયેલો કોઇ પ્રયાસને એક પ્લેટફોર્મ પર લાવી શકે છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ઉપલબ્ધ પાણીનું સંરક્ષણ ખુબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે, સરકારનું લક્ષ્ય છે કે 2024 સુધી દેશનાં દરેક ગ્રામીણ ઘર સુધી પાઇપ દ્વારા પાણી પહોંચાડવામાં આવે. 


પૈસા કમાવવા કુવૈત ગયેલા 5 યુવક ફસાયા, પરિવારજનોએ બચાવવા સરકારને કરી અપીલ
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, નક્સલ હિંસા વિરુદ્ધ યુદ્ધ નિર્ણાયક પડાવ પર પહોંચી ચુકી છે. તેમણે કહ્યું કે, હિંસાનો જવાબ કડકાઇથી અપાશે. જે રાજ્યોમાં આયુષમાન ભારત યોજના હજી સુધી લાગુ નથી કરી તેમને પણ આ મુદ્દે ઝડપથી કેન્દ્ર સરકાર પાસે આવવા અપીલ કરી. સ્વાસ્થય અને જનકલ્યાણનો દરેક નિર્ણયનો કેન્દ્ર બિંદુ હોવું જોઇએ.