મુંબઇ: કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari)એ કહ્યું કે, લાંબા સમય સુધી લોકડાઉન (Lockdown) રહેવાથી કોવિડ-19 (Covid-19) મહામારીની સરખામણીએ વધુ ગંભીર સંકટ પેદા થઇ શકે છે. તેમણે વાયરસનો સામનો કરવા માટે જીવવાની રીત શીખવાની સલાહ આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- અનલોક-3: દિલ્હી સરકારના 2 નિર્ણયોને લેફ્ટિનેંટ ગવર્નર અનિલ બૈજલે નકારી કાઢી


ભાજપ નેતા (BJP Leader)એ કહ્યં કે લોકોની સુરક્ષા અને અર્થવ્યવસ્થાની વચ્ચે સંતુલન બનાવવાની જરૂરીયાત છે. કેમ કે, મહામારીથી અર્થવ્યવસ્થા પર ભારે અસર પડી રહી છે.


તેમણે કહ્યું કે, ભૂખ્યા પેટે કોઇ દર્શન કામ નથી આવતા. આપણે કોવિડ-19ની સાથે જીવન જીવવાની રીત શીખવી પડશે. એક કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે, આપણે પોતાની રક્ષા અને અર્થવ્યવસ્થાને ગતિ આપવા વચ્ચેનું સંતુલન બનાવવાની જરૂરીયાત છે.


આ પણ વાંચો:- EXCLUSIVE- સુશાંત એટલો નબળો ન હતો કે આત્મહત્યા કરી લે: અંકિતા લોખંડે


તેમણે સ્વીકાર કર્યો કે કોરોના વાયરસ (Coronavirus)ના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી આર્થિક સંકટ ઉભું થયું છે અને કેન્દ્રની આવકમાં પણ ઘટાડો થયો છે.


તેમણે કહ્યું કે, લાંબા સમય સુધી લોકડાઉન રાખવાથી કોવિડ-19 મહામારીની સરખામણીમાં વધુ ગંભીર સંકટ ઉભું થશે. ગડકરીએ તેને પોતાની પર્સનલ સલાહ જણાવતા કહ્યું કે, લોકડાઉનના લાભ-નુકસાન પર સવાલ કરવાનો આ વિષય નથી.


આ પણ વાંચો:- રામ મંદિર નિર્માણ કાર્યક્રમ માટે સોનાના બોક્સમાં મોકલવામાં આવશે અનમોલ ભેટ


તેમણે કહ્યું કે, લોકડાઉનની જરૂરીયાત હતી કે નહીં. તેના પર ચર્ચા કરવી યોગ્ય નથી. તે સમય યોગ્ય નિર્ણય કરવામાં આવ્યા. આપણે અનુભવોથી શીખવું પડશે. લોકડાઉન પર રાજકારણ કરવાની જરૂરીયાત નથી.


કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર કોવિડ-19 સંકટ અને તેના બાદના હાલાતનો સામનો કરવા માટે તમામ પ્રકારના પગલાં ઉઠાવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube