રામ મંદિર નિર્માણ કાર્યક્રમ માટે સોનાના બોક્સમાં મોકલવામાં આવશે અનમોલ ભેટ

અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ થનાર રામ મંદિર નિર્માણના ભૂમિ પૂજનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અહીંની રોનકમાં હવે ચાર ચાંદ લાગી ગયા છે. જ્યાં એક તરફ ભવ્ય ભૂમિ પૂજન સમારોહ યોજાવવાનો છે. 

રામ મંદિર નિર્માણ કાર્યક્રમ માટે સોનાના બોક્સમાં મોકલવામાં આવશે અનમોલ ભેટ

રામેશ્વર: અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ થનાર રામ મંદિર નિર્માણના ભૂમિ પૂજનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અહીંની રોનકમાં હવે ચાર ચાંદ લાગી ગયા છે. જ્યાં એક તરફ ભવ્ય ભૂમિ પૂજન સમારોહ યોજાવવાનો છે તો બીજી તરફ તમિલનાડુના રામેશ્વરમાં પણ વિશેષ પૂજા આયોજિત કરવામાં આવી. આ પૂજા સમુદ્રના કિનારે પવિત્ર અગ્નિ તિર્થના તટ પર સંપન્ન થઇ. એવું માનવામાં આવી રહ્યું છે કે શ્રીરામ, લક્ષ્મણ અને સીતાને મળીને ભગવાન શિવ (રામનાથ સ્વામી)ની મૂર્તિનું નિર્માણ કર્યું હતું, જેને લોકો રામેશ્વર શિવ મંદિરના નામે ઓળખે છે. 

સોનાના બોક્સમાં રામેશ્વરથી અયોધ્યા મોકલવામાં આવી પવિત્ર માટી
આ ખૂબ જ પવિત્ર સ્થળ છે જ્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની અવર જવર રહે છે. કોરોના વાયરસની સ્થિતિને જોતાં શંકરાચાર્ય મઠમાં પૂજા સંપન્ન કરવામાં આવી. આ મઠ રામેશ્વર મંદિરની બિલકુલ નજીક આવેલો છે. મઠ પર વિશેષ પૂજા રામેશ્વરના સ્થાનિક પૂજારીઓ, શહેરના ન્વિઆસીઓને અને રાજકીય સંગઠન હિંદુ મુન્નાનીના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. પૂજા બાદ રામેશ્વરથી અહીં પવિત્ર માટીને સોનાથી જડિત બોક્સમાં ભરીને મોકલવામાં આવી છે. અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ મંદિરનું ભૂમિ પૂજન થવાનું છે જેના લીધે દેશના અલગ-અલગ ભાગોમાંથી માટી લાવવામાં આવી રહી છે. 

ભગવાન શંકરે આપ્યું શ્રીરામને વિજયશ્રીનું વરદાન
ભગવાન શ્રીરામે લંકાના દશાનન રાવણ પર આક્રમણ કરતાં પહેલાં અહીં ભગવાન શિવની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. અહીં ભગવાન રામ, સીતા અને લક્ષ્મણની ભક્તિથી પ્રસન્ન થઇને ભોલેનાથે તેમને વિજયશ્રીના આર્શિવાદ આપ્યા હતા. રામેશ્વર જ્યોતિર્લિંગ મંદિર તમિલનાડુ રાજ્યના રામનાથપુરમ જિલ્લામાં આવેલું છે. રામેશ્વર જ્યોતિર્લિંગને ચાર ધામોમાંથી એક ગણવામાં આવે છે. આ મંદિર ધર્મ અને આસ્થાનું મોટું કેન્દ્ર ગણવામાં આવે છે. આ દેશના 12 જ્યોતિર્લિંગમાંથી એક 11મું શિવલિંગ ગણવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news