નવી દિલ્હી : તન્વી સેઠ અને અનસ સિદ્દીકી પાસપો્ર્ટ વિવાદમાં ટ્રોલનો ભોગ બનેલી સુષ્મા સ્વરાજના સમર્થનમાં હવે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી પણ આવી ગયા છે. નીતિન ગડકરીએ કહ્યું છે કે જે રીતે તેમને ટ્રોલ કરવામાં આવ્યા છે એ દુર્ભાગ્યપૂર્ણ છે. વિદેશ મંત્રાલયે આ મામલામાં જ્યારે દખલગીરી કરી ત્યારે સુષ્મા સ્વરાજ દેશમાં હાજર પણ નહોતા. આ ઘટના સાથે તેમનો કોઈ સીધો સંપર્ક નથી. નીતિન ગડકરીએ કહ્યું છે કે વિદેશ મંત્રાલયે જે આદેશ આપ્યો છે એમાં કંઈ ખોટું નથી. આ પહેલાં કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ સુષ્મા સ્વરાજનું સમર્થન કરતા કહ્યું હતું કે આ મામલામાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને ટ્રોલ કરવાનું અયોગ્ય છે. 


દેશના સમાચાર જાણવા કરો ક્લિક...