નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશમાં ગુટખા કે પાન-મસાલા ખાઈને રસ્તા પર થૂંકવાની આદતને છોડાવવા માટે અનોખો આઈડિયા આપ્યો છે... તેમણે સૂચન કર્યુ છે કે રસ્તા પર થૂંકતા લોકોનો ફોટો પાડીને વર્તમાનપત્રમાં છાપવામાં આવે... ગડકરીનો આ વિચાર રસ્તાને સ્વચ્છ રાખવા અને આ કુટેવને ખતમ કરવાની દિશામાં મહત્વનું પગલું સાબિત થઈ શકે છે... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુટખા ખાાઈને પિચકારી મારતા લોકો સાવધાન
તમારો ફોટો છપાઈ શકે છે વર્તમાનપત્રમાં 
શું આ આઈડિયાથી લોકોની કુટેવ છૂટી જશે?...


આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે... કેમ કે આખા દેશમાં મોટી સંખ્યામાં લોકો ગુટખા કે પાન-મસાલાનું સેવન કરે છે... જેમાં કેટલાંક લોકો ચાલતાં-ચાલતાં, કેટલાંક લોકો બાઈક કે ગાડીમાંથી રસ્તા પર પિચકારી મારતા હોય છે... ત્યારે આવા લોકો માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શાનદાર આઈડિયા આપ્યો...


કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો આઈડિયા ખરાબ નથી... એટલે ઝી મીડિયાએ જ્યાં મરજી પડે ત્યાં થૂંકવા માટે મજબૂર લોકોનો ફોટો પણ પાડ્યો અને તેમનો અભિપ્રાય પણ લીધો છે... 


રસ્તા પર થૂંકીને જે લોકો તેને લાલઘૂમ કરવાનો પ્રયાસ કરે છે... આવા લોકોને ભોપાલની યુવતીઓએ ખાસ સંદેશ આપ્યો....


પાન-મસાલા અને ગુટખા ખાતાં લોકોના ફોટો જો વર્તમાનપત્રમાં છપાશે તો તેમની આ ટેવ કાયમ માટે છૂટી જશે... જેનાથી શહેર અને દેશ બંને સ્વચ્છ બનશે...